ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમ પ્રોજેક્ટ શરૂ, કલોલના 11 ગામોનો સમાવેશ - District Development Officer Gandhinagar

એસ્ટ્રલ ફાઉન્ડેશન અને ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા આરોગ્યમ પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે કલોલ તાલુકાના 11 ગામોને સમાવાયા છે. જ્યાં મહિલાઓનું આરોગ્યનું સ્તર પોષણયુક્ત ખોરાકથી ઉંચુ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે.

Health project started by health department,
આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમ પ્રોજેક્ટ શરૂ

By

Published : Jun 18, 2021, 12:20 PM IST

  • એસ્ટ્રલ ફાઉન્ડેશનના આરોગ્યમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું
  • આ પ્રોજેક્ટ અંતર્ગત 2.7 કરોડ ફાઉન્ડેશન દ્વારા ફાળવાયા
  • દર મહિને મહિલાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે

ગાંધીનગર:સગર્ભા બહેનો અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા અને આરોગ્યનું સ્તર ઉંચુ લાવવા માટે એસ્ટ્રલ ફાઉન્ડેશનના આરોગ્યમ પ્રોજેક્ટનું ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં અંદાજિત 2.7 કરોડ ફાઉન્ડેશન દ્વારા આ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવશે જ્યારે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા મેડિકલ સ્ટાફ અને ડોક્ટરનો આંતરિક સહયોગ આપવામાં આવશે. આમ બંનેના સહયોગથી મહિલાઓની હેલ્થને લગતી કેટલીક જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમ પ્રોજેક્ટ શરૂ

સગર્ભા મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડાશે અને પોષણયુક્ત આહાર અપાશે

આરોગ્યમ પ્રોજેક્ટ અંતર્ગત કલોલના કુલ 11 ગામની 351 સગર્ભા બહેનોને તેમાં આવરી લીધી છે. મહિલાઓનું તેમનું દર મહિને વજન, ઉંચાઇ, હેલ્થ ચેક-અપ વગેરે કરવામાં આવશે. તેમને પોષણ અને આરોગ્ય યુક્ત આહાર આપવામાં આવશે. તેમાં પણ તેમના માટે આરોગ્યપ્રદ બિસ્કીટ બનાવવામાં આવ્યા છે. જે તેમનામાં આયર્નની ઉણપ અને પોષણને લગતી સમસ્યા જેનાથી નિવારી શકાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કલોલ તાલુકાના 11 ગામો જેમાં મોટી ભોયણ, દંતાલી, કારોલી, ખાત્રજ, રણછોડપુરા શાબાશપુર, સાંતેજ વગેરેનો સમાવેશ થાય છે. કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા અને તેમનું આરોગ્ય સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ પણ વાંચોઃCaregiver Burnout: કોવિડ દર્દીની સંભાળ રાખનારાઓ વિશેષ ધ્યાન આપો, તમારો સ્ટ્રેસ આ રીતે કરો દૂર

મોબાઇલ મેડિકલ વાન ઉપલબ્ધ કરાવવામાં આવશે

આરોગ્યમ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય સ્તરે ફેક્ટરી વિસ્તારમાં આરોગ્યની સુવિધા તત્કાલ મળી રહે અને ઘર ઘર સુધી પહોંચી બાળકોના રસીકરણ, સગર્ભા માતાઓની તપાસ અને સારવાર બાળકો, માતાઓ કિશોરીઓ તેમજ મોટી ઉંમરના વ્યક્તિઓને આરોગ્ય સેવા મળી રહે તે માટે આ ફાઉન્ડેશન દ્વારા મોબાઇલ મેડિકલ વાન પણ શરૂ કરવામાં આવી છે. જેને જિલ્લા આરોગ્ય તંત્ર સહયોગ પુરો પાડ્યો છે. ફાઉન્ડેશન દ્વારા શાળાઓએ જતી તમામ કિશોરીઓને સેનેટરી પેડ આપવામાં આવશેે. આ પ્રોજેક્ટ અંતર્ગત આવતી 1640 મહિલાઓને સેનેટરી પેડ અપાશે.

ABOUT THE AUTHOR

...view details