ગાંધીનગર : વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ 99 બેઠક ઉપર જ સમેટાઈ ગયું હતું. જે પ્રથમ કેબિનેટમાં ખાતાની ફાળવણી દરમિયાન નીતિન પટેલ નારાજ થયા હતા. તેમને નાયબ મુખ્યપ્રધાન સહિત માર્ગ મકાન નર્મદા કલસર અને નાણા વિભાગનો હવાલો આપવામાં આવ્યો હતો, ત્યારે સૌથી વધુ વિભાગો અને નાયબ મુખ્યપ્રધાન તરીકે હોવાના કારણે તેઓએ બીજા માળે બે ઓફિસની એક ઓફિસે તૈયાર કરી હતી. જેમાં તેઓ ફક્ત 3.5 વર્ષ ગાળી શક્યા હતા અને ત્યારબાદ રાજેન્દ્ર ત્રિવેદી પણ ભુપેન્દ્ર પટેલની સરકારમાં નંબર 2 સ્થાન ધરાવતા હતા અને તેઓને પણ નીતિન પટેલની જ ઓફિસ પાડવામાં આવી હતી. જે દોઢ વર્ષમાં તેમની સત્તા ગઈ હતી, ત્યારે હવે ઋષિકેશ પટેલને (Rushikesh Patel office Change) આ ઓફીસ પ્રાપ્ત થઈ છે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઋષિકેશ પટેલે ઓફીસની કાયાપલટ કરી નાખી છે. (Health Minister Rushikesh Patel office)
ભૂતકાળનો અનુભવ ભૂતકાળના અનુભવની વાત કરવામાં આવે તો રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલે પણ આ ઓફિસમાં સાડા ત્રણ વર્ષ સત્તા ભોગવી છે. પરંતુ પાંચ વર્ષ સુધીની સત્તા પૂર્ણ કરી શક્યા ન હતા અને સરકાર બદલાઈ હતી. ભુપેન્દ્ર પટેલની સરકારમાં નંબર બે નું સ્થાન ધરાવતા ત્રિવેદીને આ કાર્યાલય મળ્યું હતું. તેઓ પણ દોઢ વરસની જ સત્તા પુરવી શક્યા, ત્યારે બંને ધારાસભ્યોને વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પ્રાપ્ત થઈ ન હતી. આ ઉપરાંત નીતિન પટેલે સત્તાવાર રીતે ચૂંટણી નહીં લડવાની પણ જાહેરાત કરી હતી, ત્યારે આ તમામ ઘટના સચિવાલયમાં ફરીથી લોક ચર્ચાએ જાગી હતી. ઋષિકેશ પટેલ પણ પાંચ વર્ષ સત્તા ભોગવી શકશે તેવી વાતો વહેતી થઈ હતી, ત્યારે આ સમગ્ર વાતને ધ્યાનમાં લઈને ઋષિકેશ પટેલે પણ આખી ઓફિસની કાયાપલટ કરી નાખી છે.
આ પણ વાંચોયુનિફોર્મ સિવિલ કોડની કમિટીની ભલામણને આધારે ગુજરાત સરકાર કરશે કામ
ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં 3 નંબરનું સ્થાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં ત્રીજા નંબરના સ્થાન હાંસલ કરનારા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પોતાની ઓફિસની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. ઋષિકેશ પટેલ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પોતાની ઓફિસની બેઠક વ્યવસ્થા ફેરબદલી કરી છે, જેથી હવે તેવો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પોતાની નક્કી કરાયેલી બેઠક વ્યવસ્થા પ્રમાણે ઓફિસની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે જૂની ઓફિસમાં પ્રવેશ દ્વારથી સીધા રસ્તા પર જ મુખ્ય ટેબલ હતું. જે હવે બદલીને ટેબલ ડાબી બાજુ અને પૂર્વ દિશા તરફ રાખ્યું છે અને સામે જ મંદિરની સ્થાપના કરી છે. (Rushikesh Patel office Change in Gujarat Assembly)