ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં સરકારે લેખિત બાહેંધરી આપતા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલ પૂર્ણ - આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાલ પૂરી

ગાંધીનગરઃ રાજ્યની જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 35 હજાર જેટલા કર્મચારીઓ દ્વારા 17 ડિસેમ્બરથી પોતાની પડતર માગણીઓને લઇને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા દસ દિવસથી તમામ કર્મચારીઓ કામથી અળગા રહેતા હતા. જેને લઈને આરોગ્યની સેવાઓ પણ ખોરવાઈ હતી. દસ દિવસના અંતે સરકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓની સામે પણ ઘૂંટણ ટેકવી દીધા છે. ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાલ આજથી પૂરી કરી છે. અને ગુરૂવારથી રાબેતા મુજબ ફરજ બજાવશે.

helth employees union
આરોગ્ય વિભાગના કર્મચારી

By

Published : Dec 26, 2019, 9:53 AM IST

Updated : Dec 26, 2019, 10:12 AM IST

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા 21 જાન્યુઆરી 2019ના રોજ અલગ અલગ 17 જેટલી માગણીઓને લઇને હડતાલ પાડવામાં આવી હતી. તે સમયે સરકારે મંડળના હોદ્દેદારો સાથે વાટાઘાટો કરી આંદોલન સમેટાવ્યુ હતું. પરંતુ સરકારે વાયદાઓ કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓની માગણીઓ પૂરી નહીં કરતા આખરે 17 જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સહિત વિભાગના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. પરંતુ કોઇ ઉકેલ આવતો ન હતો.

ગાંધીનગરમાં સરકારે લેખિત બાહેધરી આપતા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાલ પૂર્ણ કરી

રાજ્યના 35 હજાર કર્મચારીઓ હડતાલ ઉપર હોવાના કારણે આરોગ્ય સેવાઓ કથળી ગઇ હતી. ગ્રામ્ય લેવલે અનેક મુશ્કેલીઓ જોવા મળતી હતી. ત્યારે આરોગ્ય કર્મચારી મહાસંઘના 17 જેટલા પડતર પ્રશ્નોને લઈને કરવામાં આવેલું અચોક્કસ મુદ્દતનું આંદોલન આખરે સફળ થયું છે. મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ કહ્યું કે, સરકાર દ્વારા અમારી માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને અમારી માંગ સામે લેખિત આપવામાં આવ્યું છે. જેને લઇને હવે ગુરુવાર 26 ડિસેમ્બરથી અમારા તમામ કર્મચારીઓ પોતાની કામગીરી સંભાળી લેશે.

Last Updated : Dec 26, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details