PM મોદીના ગુજરાત આગમન સમયે VVIP કોન્વોયમાં હાર્લે ડેવિડસનનો સમાવેશ કરાશે
ગાંધીનગરઃ કેન્દ્રમાં ગુજરાતની ભાજપ સરકાર હોવાથી કેન્દ્રીય પ્રધાન અને અધિકારીઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. આ સાથે જ CM વિજય રૂપાણી પણ ગુજરાતમાં રોજ બરોજ પ્રવાસે હોય છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિકને મુદ્દાને ધ્યાનમાં લઈને હવે VVIP કોન્વોયમાં પોલીસ વિભાગ દ્વારા ખરીદી કરેલ હાર્લે ડેવિડસન બાઈકને કોનવોયમાં સામેલ કરવાની વિચારણા હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે 2 જી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેંન્દ્ર મોદીના આગમન સમયે કોન્વોયમાં આ હાર્લે ડેવિડસન બાઇકનો ઉપયોગ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડિયામાં સૌ પ્રથમ વખત હાર્લે ડેવિડસન બાઇકનો ઉપયોગ વડાપ્રધાનના કોન્વોયમાં કરવામાં આવ્યો હોય.
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં VVIP કોન્વોય દરમિયાન ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. જ્યારે VIP લોકો પસાર થાય તેના પહેલા ટ્રાફિક પોલીસની ગાડીને આગળ રાખવામાં આવે છે, પરંતુ હવેથી પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2016માં ખરીદાયેલી હાર્લે ડેવિડસન બાઇકને VIP માટે ઉપયોગ કરવાની પોલીસ વિભાગ દ્વારા વિચારણા હાથ ધરાઈ હતી. જેને લઈને પોલીસ ભવન ખાતે રહેલ હાર્લે ડેવિડસન બાઈકમાં જે પણ કંઈ ખામીઓ છે તેને હાલમાં સુધારવામાં આવી રહી છે, ત્યારે આ બાઈકમાં કયા પ્રકારની ખામીઓ છે તે અંગે ટ્રાફિક આઈડીજીપી દ્વારા ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. તેથી હવે CM વિજય રૂપાણી, પ્રધાન તથા VVIP કાફલામાં હવે હાર્લે ડેવિડસન બાઈક કોન્વોયમાં જોવા મળશે.