- રાજ્યમાં કોરોનાનો કેસમા ઓછો થયો
- છેલ્લા 24 કલાકમાં 734 પોઝિટિવ કેસ, 3 મોત
- છેલ્લા 24 કલાકમાં 907 દર્દીઓને ડિસચાર્જ કરાયા
ગાંધીનગર:રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો. રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં કોરોનાનું પ્રમાણ પણ ઘટ્યું છે ક્યાંક ને ક્યાંક કોરોના સંક્રમણ પોતાના કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 734 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3 કોરોનાના મોત નિપજ્યા છે.
રાજ્યમાં કોરોના રિકવરી રેટમાં વધારો
રાજયમાં કોરોના રિકવરી રેટમાં પણ વધારો થયો છે. હાલ કોરોના રિકવરી રેટ 94.32 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 823.38 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થયા છે . રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 97,09,300 ટેસ્ટ કરવામાં આવ્યા છે.