સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 ફેબ્રુઆરીનાં વિધાનસભાનાં બજેટ સત્ર પહેલા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. 16 ફેબ્રુઆરીએ વિધાનસભા સંકુલમાં મળનારી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નેતા વિપક્ષ પરેશ ધાનાણી, સંસદીય બાબતોનાં પ્રધાન ભુપેંદ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, દંડક પંકજ દેસાઈ, કોંગ્રેસના શૈલેષ પરમાર અને પુંજાભાઈ વંશ પણ હાજર રહેશે.
ગુજરાત રાજ્યનું વચગાળા બજેટ 19 ફેબ્રુઆરીએ રજુ થશે - present
ગાંધીનગર: ગુજરાત રાજ્યની વોટ ઓન એકાઉન્ટ બજેટ એટલે કે 4 મહિનાનું ઇન્ટ્રીમ બજેટ 19 ફેબ્રુઆરીનાં રજૂ થવાનું છે. જેને લઈને વિધાનસભાનાં કામકાજ અને આવનારી પોલિસી બાબતે ભાજપ પક્ષ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વિધાનસભાની શરૂઆત પહેલા જ કામકાજ સલાહકાર સમિતીની પણ 16 ફેબ્રુઆરીનાં રોજ એક ખાસ બેઠક મળશે. જેમાં કામકાજ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવશે.
vidhansabha
આ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રનાં કામકાજ અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદી પણ હાજર રહેશે. જ્યારે 17 ફેબ્રુઆરીનાં વિધાનસભા સત્ર પહેલા ભાજપનાં ધારાસભ્યોની બેઠક મળશે. આ બજેટ સત્રમાં હાજર રહેવા તથા વિપક્ષના વ્યુહને ખાળવા વ્યુહ રચના બનાવવામાં આવશે. તેમજ નવા આવનારા બિલ અંગે માહિતી આપવામાં આવશે.