ગાંંધીનગરઃ ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યો દ્વારા પોતાની માગણીને લઈને દ્વારા છેલ્લાં કેટલાય વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ ભાજપ સરકારમા ધરણા કર્યા વિના સરકાર ઠેકાણે આવતી નથી. વિદ્યાર્થીઓ કર્મચારીઓ વેપારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે, ત્યાં હવે રાજ્યના પૂર્વ ધારાસભ્યો પણ પોતાની માગણીને લઇને આગામી 27મી જાન્યુઆરીએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. આજે ગાંધીનગર સરકીટ હાઉસમાં એક્સ એમ.એલ.એ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો.
ભાજપના રાજમાં હવે પૂર્વ ધારાસભ્યો પણ પેન્શન મેળવવા ધરણા કરશે
ગાંંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્યોએ પેન્શન મેળવવા મોરચો ખોલ્યો છે. ગુજરાતની જનતા જનાર્દનની સેવા માટે સદનમાં પહોંચીને કાર્યકાળ પૂર્ણ કર્યાં બાદ વયોવૃદ્ધ થયેલાં કેટલાક પૂર્વ ધારાસભ્યો દ્વારા પેન્શન મેળવવાની અરજી સરકાર સમક્ષ વારંવાર કરવામાં આવી હતી. જોકે તેમની અરજીઓને ધ્યાને ન લેવાતાં હવે આ મુદ્દે પૂર્વ ધારાસભ્યો દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં યોજાેલી એક્સ એમએલએ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ગુજરાત રાજ્ય પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની આ બેઠકમાં ધારાસભ્યોના પડતર પ્રશ્નોનો લઈને ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય દ્વારા વર્ષોથી તેમની માગણીઓને લઈને સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ રાજ્યની ભાજપની સરકારને જાણે પૂર્વ ધારાસભ્યની કોઈ પરવા ન હોય તે રીતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોવાની લાગણી જોવા મળી હતી. છે જેને લઇને આજની બેઠકમાં રણનીતિ નક્કી કરવામાં આવી હતી પૂર્વ ધારાસભ્યોને ખાસ કરીને જે એમએલએ આર્થિક મુશ્કેલીમાં છે તેવા ધારાસભ્યોને ઓછામાં ઓછું 10,000 રૂપિયા પેન્શન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી: આ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલના ચેરમેન બાબુભાઇ શાહે કહ્યું કે, સરકારમાં વર્ષોથી માગ કરી રહ્યાં છીએ. રાજ્ય સભાના અને લોકસભાના પૂર્વ સંસદ સભ્યોને પેન્શન ચૂકવવામાં આવે છે ત્યારે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પણ પેન્શન આપવું જોઈએ. કાઉન્સિલમાં 560 પૂર્વ ધારાસભ્યો નોંધાયેલા છે જ્યારે 231 પૂર્વ ધારાસભ્યો તો પેન્શનની રાહ જોઈજોઇને પરલોક પણ પહોંચી ગયા છે. જ્યારે હાલમાં 329 ધારાસભ્યો હયાત છે અમારી માગણી છે કે ધારાસભ્યોને પેન્શન ચૂકવવામાં આવે. જ્યારે એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ.
સરકાર સમગ્ર દેશમાં શૌચાલયને લઈને અભિયાન હાથ ધરી રહી છે. પરંતુ ભાજપની સરકારે પૂર્વ ધારાસભ્યોની ચેમ્બરમાં પણ ટોયલેટ આપ્યું નથી. સરકારે એ પણ વિચાર્યું નથી કે પૂર્વ ધારાસભ્યો પોતાની ઓફિસમાં આવ્યાં બાદ ટોયલેટ માટે ખુલ્લામાં ક્યાં જશે ?. બીજી તરફ ઉમર થઈ ચૂકેલા પૂર્વ ધારાસભ્ય પોતાનું વાહન લઇને વિધાનસભા સુધી પહોંચી શકતાં હતાં પરંતુ હવે ભાજપ સરકારે પૂર્વ ધારાસભ્યોની ચેમ્બર બહાર જ દીવાલ ચણી નાખી છે જેને લઇને ધારાસભ્યોને પાર્કિંગમાં વાહન પાર્ક કરીને જવું પડે છે. વાજબી માગણીઓ સરકાર સમક્ષ પહોંચાડવા માટે ધરણાનો આશરો જો પૂર્વ એમએલએને લેવો પડતો હોય તો એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર આંદોલન કર્યા વિના માનતી નથી. રાજ્યમાં કર્મચારીઓ, શિક્ષિત ઉમેદવારો, સરકારી કર્મચારીઓ તમામને આંદોલનો કરવા પડે છે ત્યારે હવે પૂર્વ ધારાસભ્યો પણ પોતાની માગણીને લઈને આગામી ૨૭ જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે જેમાં મોટી સંખ્યામાં પૂર્વ ધારાસભ્યો એક દિવસ માટે પ્રતીક ધરણા કરશે.