ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાત હાઇકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં ગુજરાતમાં 23 જેટલી શાળાઓ એ ગુજરાતી વિષય જ ભણાવતી નથી ત્યારે રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર બજેટ સત્રમાં ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત અભ્યાસ બાબતનું મહત્વનું બિલ આજે 28 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતી ભાષા થશે ફરજિયાત: આજે 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું. અગાઉ રાજ્યોની શાળાઓમાં ગુજરાતી ભાષા ન ભણાવાતી હોવાની હાઇકોર્ટની ટકોર બાદ સરકાર વિધાનસભા ગૃહમાં બિલ કરવામાં આવ્યું હતું. જે શાળાઓ ગુજરાતી ભાષાનો અભ્યાસ ના કરાવતા હોય તેમને દંડ અને સજા જોગવાઈ કરાઈ છે. પ્રથમ બે વખત દંડ અને ત્યારબાદ ત્રીજી વખત પ્રતિદિન દંડની જોગવાઈ કરાઈ છે.
આ પણ વાંચોGujarat Budget Session: વિધાનસભામાં ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવા બાબત વિધેયક પસાર, પણ કૉંગ્રેસનું સમર્થન નહીં
શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી:રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઇન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે. ધોરણ એકથી આઠમાં ગુજરાતી ભાષા ફરજિયાત રીતે ભણાવવામાં આવશે અને જો કોઈ શાળા ગુજરાતી ભાષા ભણાવશે નહીં તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ બે વખત શાળાને નાણાકીય દંડની જોગવાઈ રાખવામાં આવી છે. ત્રીજી વખત જો શાળા આ જ કૃત્ય કરતા ઝડપાય તો પ્રતિ દિવસના દંડની અને પેનલ્ટીની જોગવાઈ બિલમાં રાખવામાં આવી છે.
ગુજરાતી ભાષાના બિલની જોગવાઈ..
- તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ-8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે.
- બીજી વખત નિયમોના ભંગ બદલ 1 લાખનો દંડ
- પ્રથમ વખત નિયમોનો ભંગ ક૨વાની શાળાઓને 50 હજારનો દંડ.
- રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે.
- ત્રીજી વખત નિયમોના ભંગમાં 2 લાખનો દંડ
- ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ કરાશે
- વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ છે.
- અમલ કરાવવા માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે.
- દંડની રકમમાં સક્ષમ અધિકારી વધારો-ઘટાડો કરી શકશે.
- ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે.
- સીબીએસસીની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ.
- સ્કૂલો અભ્યાસક્રમ શરૂ ન કરે તો તેને સજા કરતાં પહેલાં રજૂઆત સાંભળવાની રહેશે
- બિન ગુજરાતી વિદ્યાર્થી માટે માતા-પિતા કારણો સાથે વિનંતી કરે તો મુક્તિ.
ઘણા સમયથી મુદ્દો ચાલી રહ્યો હતો: ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી મુદ્દો ચાલી રહ્યો હતો. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ફરજિયાત ભણાવાય તે માટે કાયદો બનાવવામાં આવે. તો આગામી શૈક્ષણિક સત્રથી તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવાશે તેવી સરકારે ખાતરી આપી છે. તમામ બાળકોને પોતાના ભાષામાં શિક્ષણ મેળવે તેવો બંધારણીય અધિકાર છે તેવું હાઇકોર્ટ પોતાના હુકમમાં નોંધ્યું હતું.ત્યારે રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર બજેટ સત્રમાં ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત અભ્યાસ બાબતનું મહત્વનું બિલ આજે 28 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચોભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને હાઇકોર્ટનું તેડું, ચૂંટણી સમયે ઉમેદવારી ફોર્મમાં અનેક ભૂલો હોવાનું આવ્યું સામે