ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarati Compulsory : ધો. 1થી 8મા થશે ગુજરાતી ભાષાનો ફરજિયાત અભ્યાસ, સરકાર ગૃહમાં લાવશે બિલ - ગુજરાતી ભાષાનો ફરજિયાત અભ્યાસ

રાજ્યની શાળાઓ બાળકોને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવે તે માટે બિલ લાવવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ રજૂ કરાશે. આગામી દિવસોમા ધોરણ 1-8મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. ઉપરાંત તેનો અમલ ન કરનાર સામે કાર્યવાહીની જોગવાઈઓ કરાશે.

રકાર ગૃહમાં લાવશે બિલ
રકાર ગૃહમાં લાવશે બિલ

By

Published : Feb 22, 2023, 3:07 PM IST

Updated : Feb 22, 2023, 6:13 PM IST

28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ રજૂ કરાશે

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાત હાઇકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં ગુજરાતમાં 23 જેટલી શાળાઓ એ ગુજરાતી વિષય જ ભણાવતી નથી ત્યારે રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર બજેટ સત્રમાં ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત અભ્યાસ બાબતનું મહત્વનું બિલ 28 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે.

ગુજરાતી ભાષા થશે ફરજિયાત: જેમાં ગુજરાત વિધાનસભામાં કુલ ત્રણ બિલ પસાર કરવામાં આવશે. જે અંતર્ગત પેપરલીક કાંડ બીલ ઇમ્પેક્ટ બિલમાં સુધારા બિલ અને 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું બિલ પસાર કરવામાં આવશે. અગાઉ રાજ્યોની શાળાઓમાં ગુજરાતી ભાષા ન ભણાવાતી હોવાની હાઇકોર્ટની ટકોર બાદ સરકાર વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરશે. જે શાળાઓ ગુજરાતી ભાષાનો અભ્યાસ ના કરાવતા હોય તેમને દંડ અને સજા જોગવાઈ કરાશે. પ્રથમ બે વખત દંડ અને ત્યારબાદ ત્રીજી વખત પ્રતિદિન દંડની જોગવાઈ હશે.

શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી:આ બિલની જોગવાઈ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઇન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે. ધોરણ એકથી આઠમાં ગુજરાતી ભાષા ફરજિયાત રીતે ભણાવવામાં આવશે અને જો કોઈ શાળા ગુજરાતી ભાષા ભણાવશે નહીં તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ બે વખત શાળાને નાણાકીય દંડની જોગવાઈ રાખવામાં આવી છે. ત્રીજી વખત જો શાળા આ જ કૃત્ય કરતા ઝડપાય તો પ્રતિ દિવસના દંડની અને પેનલ્ટીની જોગવાઈ બિલમાં રાખવામાં આવી છે.

હોળી ધુળેટીના કારણે બેઠક રદ: રાજ્યના પ્રવક્તા પ્રધાનન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 7 માર્ચના દિવસે બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે 8 તારીખે ધુળેટી હોવાના કારણે મંગળવારની એક જ બેઠક રાખવામાં આવી છે જેથી ધુળેટીના તહેવાર દરમિયાન ધારાસભ્ય પોત પોતાના વિસ્તારમાં સમયસર પહોંચી શકે જ્યારે બીજી બેઠક 9 તારીખના રોજ યોજવામાં આવશે.

આ પણ વાંચો:Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં પરીક્ષા પે ચર્ચા, અંતિમ સમયે જોગવાઈઓમાં થઈ શકે છે સુધારો

માતૃભાષાની જાળવણી માટે ગુજરાતી ફરિજયાત: શિક્ષણવિદ્ રમેશભાઈ પંચાલે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા તો આપણી માતૃભાષા છે. માતૃભાષાને જીવંત રાખવા માટે ગુજરાતની દરેક સ્કુલમાં ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત હોવો જ જોઈએ અને ખૂબ સારી રીતે ભણાવવો જોઈએ. દરેક ગુજરાતી બાળકને ગુજરાતી હોવાનું ગર્વ થાય તે રીતે ગુજરાતી વાંચતા, લખતા અને બોલતા આવડવું જ જોઈએ. ભલે તમે તમારા બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવો. ગુજરાત સરકાર ફરજિયાત ગુજરાતી અભ્યાસ માટે બિલ લાવી રહી છે, તે આવકારદાયક છે. આનો અમલ થશે તો ચોક્કસથી આપણી માતૃભાષાની જાળવણી માટે આપણે કંઈક કર્યું છે, તેવો અહેસાસ થશે.

તમામ વિષયોનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં:પ્રોફેસર હેમંતકુમાર શાહે ETV ભારતને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટનો આદેશ યોગ્ય આદેશ છે. સરકાર અને તમામ શૈક્ષણિક સંસ્થાઓએ આ આદેશનો નિષ્ઠાપૂર્વક અમલ કરવો રહ્યો. ગુજરાતમાં ગુજરાતી નહી ભણાવાય તો કયાં ભણાવાશે. ખરેખર તો સરકારે નવી અંગ્રેજી માધ્યમની શાળાઓને માન્યતા જ ન આપવી જોઈએ. તમામ શાળાઓનું શિક્ષણ ગુજરાતી ભાષાની સાથે તમામ વિષયોનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થવો જોઈએ, એવું હું સ્પષ્ટપણે માનું છું. ગુજરાતી ભાષાને જીવંત રાખવી જોઈએ. જે પ્રજાની ભાષા દૂર થાય તો તે દેશ અને દુનિયાની પ્રજાની સંસ્કૃતિનું પતન થાય છે. તેમ દુનિયાની ભાષાઓને ઈતિહાસ કહે છે.

આ પણ વાંચો:Morbi Bridge Collapse: હાઈકોર્ટે આપ્યો વચગાળાનો આદેશ, પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા હુકમ

કુલ ત્રણ જેટલા બિલો રજૂ થશે: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર બાબતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રધાન ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત વિધાનસભાના 25 દિવસના કામકાજમાં કુલ ત્રણ જેટલા બિલો રજૂ કરવામાં આવશે.

Last Updated : Feb 22, 2023, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details