ગાંધીનગર : ભારત દેશના પ્રથમ વખત G20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે, ત્યારે ગુજરાતમાં અલગ અલગ મુદ્દા પર G20ની બેઠકો યોજાઇ છે, ત્યારે હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાઈટ 20નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ બાબતે રાજ્ય કક્ષાના ગ્રુપ થતા જોઈએ અંતર્ગત આજે બેઠક યોજાતી અને આ કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ Y20ના લોગોનું વિમોચન કર્યું હતું.
Y20નું 338 જગ્યાએ આયોજન :Y20 બાબતે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના દરેક તાલુકા, નગરપાલિકા અને શહેરોના યુવાનો ભાગ લે અને છેવાડાના યુવા સુધી પહોંચી શકાય તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 105 નગરપાલિકા, 225 તાલુકા અને 8 મહાનગરપાલિકા મળી કૂલ 338 સ્થળોએ આ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમો આગામી 45 દિવસ સુધી ચાલશે.
કુદરતી સૌંદર્ય વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન : વધુમાં જણાવ્યું કે, જ્યારે કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી કરવામાં આવશે. જેનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી મંદિર, સોમનાથ મંદિર, વિલ્સન હિલ, કચ્છનું સફેદ રણ, પોલો ફોરેસ્ટ, છોટાઉદેપુરના ડુંગર વિસ્તારો, દાંડી સત્યાગ્રહ સ્થળ, મોઢેરાનું સૂર્યમંદિર, જાંબુઘોડાના કુદરતી સૌંદર્ય વિસ્તારો જેવા ગુજરાતના વિવિધ લોકપ્રિય સ્થાનો પર વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઝોન મુજબ થશે. જેમાં સૌ પ્રથમ દક્ષિણ ઝોન અને ત્યારબાદ તબક્કાવાર મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.