ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Update: તારીખ 15 જૂને ચોમાસાની શરૂઆત, પ્રી મોન્સૂન કામગીરી કરવાની સૂચના - Gujarat weather updates monsoon

રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં તારીખ 15 જૂને ચોમાસાની શરૂઆત થશે. ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વેધર કમિટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનને જે તે વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં 15 જૂને ચોમાસાની શરૂઆત, સામાન્ય રહેશે ચોમાસું , કોર્પોરેશન વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી કરવાની સૂચના
ગુજરાતમાં 15 જૂને ચોમાસાની શરૂઆત, સામાન્ય રહેશે ચોમાસું , કોર્પોરેશન વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી કરવાની સૂચના

By

Published : May 18, 2023, 8:29 AM IST

Updated : May 18, 2023, 9:14 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં ગરમી પોતાનું આકરું સ્વરૂપ ધારણ કરી રહી છે. હવે થોડા નજીકના દિવસોમાં ગુજરાત સહિત દેશમાંથી ગરમી વિદાય લેશે. ચોમાસાનો પ્રારંભ થશે ત્યારે ચોમાસાની કામગીરીને ધ્યાને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વેધર કમિટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી ચોમાસાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, NDRF, SDRF ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

15 જૂનથી ચોમાસાનો પ્રારંભ: રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ વેધર કમિટીની બેઠક બાદ રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચોમાસું જૂન મહિનાથી શરૂ થશે. ગુજરાતમાં તારીખ 15 જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને કેરળમાં 4 જૂન થી ચોમાસાનો પ્રારંભ થશે. બીજી બાજુ ખેડૂતોને હવે ચિંતા જોવા મળી રહી છે કે આ વખતે ઓછો વરસાદ પડશે તો આખું વર્ષ ખરાબ જશે.

"કેરળમાં 4 જૂન થી ચોમાસાનો પ્રારંભ થશે. જે આ વર્ષે 4 દિવસ મોડો થઈ ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે, એટલે દર વર્ષે 1 જુનના રોજ કેરળ માં ચોમાસાનો પ્રારંભ થાય છે. ત્યારે કેરળ ની સપેક્ષામાં ગુજરાતમાં તારીખ 15 દિવસ મોડું ચોમાસુ બેસે છે. જેથી આ વર્ષે ગુજરાતમાં 15 જૂન ની આસપાસ ચોમાસાની સત્તાવાર સિઝનની શરૂઆત થશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય અને મધ્યમ રહેશે, જ્યારે વાવાઝોડાની હાલમાં કોઈ શકયતાઓ દેખાઈ નથી રહી"-- મનોરમાં મોહંતી ( હવામાન વિભાગના ડાયરેકટર)

સરપંચ સુધી માહિતીની વ્યવસ્થા: હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે,ચોમાસાની આગાહી અને વરસાદની પરિસ્થિતિ બાબતે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને સરપંચને માહિતી પહોંચે તે માટે ની વ્યવસ્થા આ વર્ષે કરવામાં આવી છે. જેથી ખેડૂતો સમયસર ખેતરમાં વાવણી કરી શકે. બુલેટ આ વર્ષે ચોમાસામાં અમદાવાદ રાજકોટ બરોડા જામનગર જેવા મહાનગરપાલિકા વિસ્તારો તાલુકા અને જિલ્લાના વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ન થાય તેને ધ્યાનમાં લઈને પાણીની કારણે કામગીરી બાબતની સુધીના પણ કોર્પોરેશન સ્થળે આપવામાં આવી છે. જ્યારે તમામ કોર્પોરેશન વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી હાથમાં લેવાની સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે કરી આગાહી:અંબાલાલ પટેલ ગાંધીનગરના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ બાબતે માહિતી આપી હતી. જેમાં ઉત્તર ઓસ્ટ્રેલિયાથી દક્ષિણ બાજુ ભારે પવન ઉકાશય અને અલનીનો ની અસર જોવા મળશે આમ જો દક્ષિણ ભારતમાંથી સારો પવન અને દરિયામાં સારું વાતાવરણ ઊભું થશે. તો ભારત દેશમાં સારો વરસાદ પડી શકે છે. નહીં તો ઓછો વરસાદ પડવાની સંભાવના સાથેની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે.

  1. Gandhinagar Crime : ગાંધીનગરમાં ત્યજી દેવાયેલી કારમાં હથિયારો મળી આવ્યાં, રીઢા ગુનેગારની સંડોવણી બહાર આવી
  2. Gandhinagar News : ગુજરાતના સ્થાપના દિનથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહાઅભિયાન શરૂ થશે, 10 ગામનું ક્લસ્ટર બનાવાશે
  3. Gandhinagar News : ગામડાથી લઈને મહાનગર સુધી રોડ નેટવર્કને મજબૂત કરવા 2213.60 કરોડ રૂપિયા મંજૂર
Last Updated : May 18, 2023, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details