- Gujarat Vibrant Festival 2022 નો કાર્યક્રમ થયો નક્કી
- વર્ષ 2020 માં કોરોનાને કારણે કરાયો હતો રદ
- ઉદ્યોગભવનમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી પૂરજોશમાં
ગાંધીનગર : ગુજરાતની વૈશ્વિક ઓળખ એવી "Gujarat Vibrant Festival" વર્ષ 2021માં કોરોનાને કારણે રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જે રીતે કોરોના સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે અને ગુજરાતમાં હવે કોરોનાના 24 કલાકમાં 15 થી 20 કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022ની જાન્યુઆરીની 10 થી 12 તારીખ વચ્ચે વાઇબ્રન્ટ મહોત્સવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના ભાગરૂપે વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આગમન કરી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલાં જ યુકે અને બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી વૈપાર ઉદ્યોગ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રઘાને પણ બંને રાજદૂતોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ પણ પાઠવ્યુ હતું.
વર્ષ 2003માં પ્રથમ વાઇબ્રન્ટની કરાઈ હતી શરૂઆત
ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત વાઇબ્રન્ટ શરૂ કરાવનાર ગુજરાત કેડરના સનદી અધિકારી A.K.Sharma એ ગુજરાત વાઇબ્રન્ટના પાયા નાખ્યા હતા ત્યારે હવે આજ અધિકારી ઉત્તરપ્રદેશના ભાજપમાં જોડાયા છે.
14 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વિડિઓ કોંફરન્સ યોજાઈ હતી
રાજ્ય સરકાર માંથી મળતી માહિતી પ્રમાણે ૧૪ સપ્ટેમ્બરના રોજ રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનો આગામી મેપ અને ત્યારબાદ વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં યોજાનારા વાઇબ્રન્ટ મહોત્સવની તારીખો નક્કી કરવામાં આવી હતી. ત્યારે આજે અચાનક જ તાત્કાલિક ધોરણે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ મહોત્સવની તારીખ નક્કી કરવામાં આવી છે.