ગાંધીનગર : ગુજરાતમાં માર્ચ મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધી સમયાંતરે રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, ત્યારે ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થયું હોવાની ફરિયાદ સરકાર સમક્ષ આવી હતી. જેને લઈને સરકારે તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવાની જાહેરાત કરી હતી, ત્યારે ગુજરાત કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકારે કરેલા સર્વે ઉપર આક્ષેપો કર્યા છે અને અધિકારીઓએ ખોટો નુકસાની સર્વે કર્યા હોવાના આરોપ લગાવ્યા છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ગયું છે. ઉભા પાક ખરાબ થઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકારી સર્વે હાથ ધર્યો હતો અને સર્વેમાં જ્યાં કમોસમી વરસાદથી નુકસાની થઈ છે, ત્યાં કોઈપણ પ્રકારનો નુકસાન બતાવવામાં આવ્યું નથી. જ્યાં નુકસાન નથી ત્યાં પાક નુકશાન બતાવવામાં આવ્યું છે. તેમજ સર્વે અધિકારીઓએ પોતાની રીતે સર્વે કરીને નુકશાની કામગીરી કરી છે, જ્યારે નુકશાની ફોર્મમાં અધિકારીએ નુકશાનીનો આંકડો ફોર્મમાં દર્શાવવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.- પાલ આંબલીયા ( ગુજરાત કોંગ્રેસના ખેડૂત આગેવાન)
ફોર્મ અરજી હજુ શરૂ નહીં : ગુજરાતમાં એપ્રિલથી મેં દરમિયાન અનેક વખત વરસાદના ઝાપટા નોંધાયા છે. જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકારે સર્વે કરીને ખેડૂતો માટેની સહાય જાહેર કરી છે, પરંતુ પેકેજ હજી સુધી જાહેર કર્યું નથી. ક્યારેક આ બાબતે વધુમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ નિવેદન કર્યું હતું કે, સરકારે સર્વે કર્યો નુકસાનીની જાહેરાત પણ કરી, પરંતુ તેમ છતાં પણ હજુ ખેડૂતોને કોઈપણ પ્રકારની સહાય પ્રાપ્ત થઈ નથી અને ખેડૂતોને સહાય પ્રાપ્ત કરવા માટેની અરજીનું પણ શરૂઆત થઈ નથી. આમ સરકાર ફક્ત જાહેરાત જ કરતી હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા.