ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Unemployed Librarian : રાજ્યમાં 23 વર્ષથી એક પણ ગ્રંથપાલની ભરતી નથી થઈ, જાણો બેરોજગારની વેદના - વાંચે ગુજરાત

23 વર્ષથી રાજ્યમાં ગ્રંથપાલની ભરતી ( Recruitment of Librarians in Gujarat )કરવામાં આવી નથી. સતત રજૂઆતો છતાં બેરોજગારોની વેદના ઉપેક્ષિત જ રહી હોવાના આક્ષેપ ગુજરાત બેરોજગાર ગ્રંથપાલ આગેવાન મહેશ સોલંકીએ કર્યા છે.

રાજ્યમાં 23 વર્ષ થી એક પણ ગ્રંથપાલની ભરતી નહિ, 10 વર્ષ થી ઉમેદવારો કરી રહ્યા છે સતત રજૂઆત
રાજ્યમાં 23 વર્ષ થી એક પણ ગ્રંથપાલની ભરતી નહિ, 10 વર્ષ થી ઉમેદવારો કરી રહ્યા છે સતત રજૂઆત

By

Published : Feb 21, 2022, 5:18 PM IST

ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ત્યારબાદ વિજય રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકાર ગુજરાત રાજ્યમાં સત્તા પર છે. તેમ છતાં પણ છેલ્લા 23 વર્ષથી રાજ્યમાં ગ્રંથપાલનીભરતી કરવામાં આવી નથી. આ બાબતે બેરોજગાર ગ્રંથપાલો( Gujarat Unemployed Librarian)દ્વારા રાજ્ય સરકારને છેલ્લા દસ વર્ષથી સતત આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા વાંચતા પણ રાજ્ય સરકાર બેરોજગારની વેદના સમજી ન શકતી હોવાના આક્ષેપ ગુજરાત બેરોજગાર ગ્રંથપાલ આગેવાન મહેશ સોલંકીએ કર્યા છે.

સતત રજૂઆત

20 વર્ષ થી અનેક જગ્યાઓ ખાલી

ગુજરાત સરકારની સરકારી કોલેજ ગ્રાન્ટેડ શાળાઓ આ તમામ જગ્યા ઉપર છેલ્લા 23 વર્ષથી અનેક જગ્યાઓ (Gujarat Education Department)ખાલી પડી છે ત્યારે ખાલી પડેલી જગ્યા ભરવા માટે 122 મહિનામાં એટલે કે 10 વર્ષથી અવિરત રજૂઆત કરવામાં આવે છે. આ સાથે જ 79 વખત આવેદનપત્ર આપ્યા છતાં પણ આજદિન સુધી કોઈ ભરતીની કાર્યવાહી ન થતી હોવાના નિવેદન પણ મહેશ સોલંકીએ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની શાળાના બાળકો જ્ઞાનવાન બને અને વિશ્વ સાથે જ્ઞાનની સ્પર્ધામાં અગ્રેસર રહી શકે તે માટે ગુજરાતની તમામ સરકારી શાળા અને કોલેજોમાં ગ્રંથપાલ અને ગ્રંથાલય હોવું જરૂરી છે ત્યારે શિક્ષણ વ્યવસ્થામાં જલ્દી પગલાં લઈને શિક્ષણનું સ્તર સુધરે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટેની વ્યવસ્થા કરવાની રજૂઆત પણ ગ્રંથપાલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃVidya Sahayak Recruitment 2022 : પાટણમાં વિદ્યાસહાયકની ભરતીમાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો

કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ ખાલી

  1. ગુજરાતની અનુદાનિત કોલેજમાં ગ્રંથાપાલની 357 માંથી 260 જગ્યાઓ ખાલી
  2. સરકારી કોલેજમાં 115 માંથી 57 જગ્યાઓ ખાલી
  3. શાળા ગ્રંથલયોમાં 5600 જગ્યાઓ ખાલી
  4. 28 સ્ટેટ યુનિવર્સિટીમાંથી માત્ર 2 યુનિવર્સિટીમાં ગ્રંથપાલ છે બાકી 26 સ્ટેટ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ અને હંગામી ધોરણે ચલાવે
  5. મેડિકલ કોલેજમાં 95 ટકા જગ્યા ખાલી
  6. એન્જિનિયર કોલેજમાં ગ્રંથપાલ 100 ટકા જગ્યા ખાલી
  7. આયુર્વેદ કોલેજમાં 70 ટકા જગ્યા ખાલી
  8. જાહેર ગ્રંથાલયમાં 80 ટકા જગ્યા ખાલી
  9. સેન્ટ્રલ લાયબ્રેરીમાં ગ્રંથાલય નિયામકની જગ્યા ખાલી
  10. દરેક સરકારી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને ડેપ્યુટી લાયબ્રેરી અને ટેકનિકલ જગ્યાઓ ખાલી

79 વખત કરાઈ છે રજૂઆત

વધુ વાત કરવામાં આવે તો બેરોજગાર ગ્રંથપાલ ઉમેદવારો દ્વારા રાજ્ય સરકારમાં અને જિલ્લા કલેકટર તથા સ્થાનિક સ્તરે અનેક વખત જ આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 વર્ષમાં કુલ 79 વખત સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ભરતીની કામગીરી નહીં કરતા હોવાનો આક્ષેપ પણ મહેશ સોલંકીએ કર્યો હતો. જો હવે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના હોમટાઉન એવા ભાવનગર કલેકટર ખાતે એક દિવસના અનિશ્ચિત મુદતના ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે.

આ પણ વાંચોઃDate Extended for Talati Form : તલાટી પરીક્ષા ફોર્મ ભરવા માટેના ઉમેદવારોને આનંદો! મુદત વધી

ABOUT THE AUTHOR

...view details