ગુજરાત પ્રવાસન નિગમના એમ.ડી જેનું દેવેનએ કહ્યું કે ગુજરાત પ્રવાસન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં દરેક ગ્રેજ્યુએટ યુવનો અને ટ્રાવેલ ટુરીઝમમા રસ ધરાવતા વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકશે. કોર્સ માટે 44 હજાર ફી રાખવામાં આવી છે. જેમાંથી 33 હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે. જ્યારે વિદ્યાર્થીએ માત્ર 11 હજાર રૂપિયા ચૂકવવાના રહેશે. કોર્સ દરમિયાન વિદ્યાર્થીને તાજ હોટલ જેવી ખ્યાતનામ હોટલોમાં લઈ જવામાં આવશે અને તેની પ્રેક્ટીકલ કામગીરી પણ કરાવાશે.
ગુજરાત પ્રવાસન નિગમે શરૂ કર્યો નવો કોર્સ, માત્ર 11 હજાર ફી ભરીને મેળવી શકશો લાખોનો પગાર - GDR
ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. જ્યારે ટેકનિકલ લોકો મહિને લાખો રૂપિયા પગાર મેળવી રહ્યા છે. પોતાની આવડતના જોરે લાખો યુવાનો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી રહ્યા છે ત્યારે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સાથે સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં માત્ર અગિયાર હજાર રૂપિયા ફી ભરીને તાલીમ મેળવ્યા બાદ લાખો રૂપિયા પગાર મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને ટ્રાવેલ કન્સલ્ટન્ટ, ટૂર એસ્કોર્ટ્સ, ફ્રન્ટ ડેસ્ક, એક્ઝિક્યુટિવ વિઝા આસિસ્ટન્ટ, ઓપરેશન એક્ઝિક્યુટિવ કસ્ટમર સર્વિસ જેવા ક્ષેત્રોમાં રોજગારી મેળવી શકશે. ઓસમાન જોડાનાર વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 75 ટકા જેટલી ફીમાં રાહત આપવામાં આવી છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં રોજગારી વધે તે માટે આ પ્રકારનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત બહારના રાજ્યોમાં રોજગારી માટે ગાઈડને આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. જેના દ્વારા મહિને 40 થી 50 હજાર રૂપિયા એક ગાઈડ કમાઈ લેતો હોય છે. તે પ્રમાણે જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, કે આગામી દિવસોમાં આ ક્ષેત્રે પણ રોજગારી વચ્ચે તેવું ચોક્કસ જોવા મળી રહ્યું છે.