ગુજરાત

gujarat

ETV Bharat / state

Talati Exam : તલાટી પરીક્ષા માટે 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, પરીક્ષાર્થીઓ માટે કરાયું ખાસ આયોજન - Gujarat Talati Exam Candidate

તલાટીની પરીક્ષાને લઈને હજુ સુધી 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યાની માહિતી મળી રહી છે. ઉમેદવારને કોઈ સમસ્યા ન ઉદભવે તે માટે એસટી બસ અને રેલવેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી પરિક્ષા લક્ષી ચર્ચા કરવામાં આવી હતી.

Talati Exam : તલાટી પરીક્ષા માટે 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, પરીક્ષાર્થીઓ માટે કરાયું ખાસ આયોજન
Talati Exam : તલાટી પરીક્ષા માટે 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, પરીક્ષાર્થીઓ માટે કરાયું ખાસ આયોજન

By

Published : Apr 29, 2023, 6:59 PM IST

8.64 લાખ ઉમેડવારોમાંથી 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા

ગાંધીનગર : 7 મેં રવિવારના રોજ રાજ્ય પંચાયત વિભાગ દ્વારા તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17 લાખથી વધુ ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભર્યા હતા, પરંતુ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં સંમતિ પત્રનો નિર્ણય લીધા બાદ ફક્ત 8,64,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાની તૈયારીઓ દર્શાવી છે. જેમાં 90 ટકા જેટલા ઉમેદવારોએ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. કુલ 2694 પરીક્ષા કેન્દ્રો પર તલાટીની પરીક્ષા યોજવામાં આવશે તેવું નિવેદન ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન હસમુખ પટેલે આપ્યું હતું.

ઉમેદવારોને અલગ અલગ જિલ્લામાં ફાળવણી : ગુજરાતમાં જે રીતે જાહેર પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા હતા તેને ધ્યાનમાં લઈને હસમુખ પટેલે જાહેર પરીક્ષામાં ઉમેદવારને અલગ અલગ જિલ્લાની ફાળવણી કરી હતી. તે જ પદ્ધતિને તલાટીની પરીક્ષામાં અપનાવવામાં આવી છે. તલાટીની પરીક્ષામાં 8,64,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે, ત્યારે તમામ ઉમેદવારોને અલગ અલગ જિલ્લાની ફાળવણી પણ કરવામાં આવી છે અને ઉમેદવારોને પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે રેલવે અને એસટી બસની વ્યવસ્થા પણ કરાઈ હોવાનું જાહેરાત હસમુખ પટેલે કરી હતી.

આ પણ વાંચો :Talati Exam : તલાટીના પરીક્ષાર્થીઓ માટે એસટી તંત્ર એ 4500 એક્સ્ટ્રા બસોનું કર્યું આયોજન

એસ.ટી. બસની વિશેષ વ્યવસ્થા :ગુજરાતમાં તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારોને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને ગુજરાત પંચાયતી પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે એસટી વિભાગ સાથે ખાસ બેઠક કરીને ઉમેદવારને તકલીફ ન પડે તે માટેની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રેલવે વિભાગને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત એસટી વિભાગ દ્વારા 4500થી વધુ બસોનું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં 24 કલાક માટેનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, જ્યારે ફક્ત તલાટીની પરીક્ષામાં 4000 જેટલી બસો મૂકીને સંચાલન કરવામાં આવશે તેવું નિવેદન પણ ગુજરાત વાહન વ્યવહાર નિગમ લિમિટેડના અધિકારી એમ. કે. ગાંધીએ આપ્યું હતું.

આ પણ વાંચો :Talati Exam 2023 : તલાટી પરીક્ષા આપવા માટે 50 ટકા ઉમેદવારોએ સંમતિ આપી, કેટલી રહી સંખ્યા જૂઓ

તમામ જિલ્લા કલેકટર સાથે વિડિઓ કોન્ફરન્સ : તલાટીની પરીક્ષા પૂર્વે આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ બાબતે હસમુખ પટેલે જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કલેક્ટરને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ સમિતિમા સમાવવામાં આવ્યા છે, જ્યારે તલાટીની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેર નીતિ ન થાય તે માટેની વિડિઓ કોનફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details