ગુજરાત

gujarat

ETV Bharat / state

પરીક્ષા રદ કરવાના આંદોલનનો ત્રીજો દિવસ, કોંગ્રેસી નેતાઓનો જમાવડો - કોંગ્રેસી નેતાઓનો જમાવડો

ગાંધીનગર: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ સાથેના આંદોલનના બે ફાંટા પડ્યા બાદ ઉમેદવારોની સંખ્યા ઘટીને નેતાઓ અને તેમના સમર્થકોની સંખ્યા વધી છે. કોંગ્રેસના સમર્થન સાથે ઉમદેવારોએ આંદોલન યથાવત રાખ્યું છે અને એક જ પરીક્ષા રદ કરવાની માંગ યથાવત રાખી છે.

savegujarat student
savegujarat student

By

Published : Dec 6, 2019, 8:33 PM IST

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય સી.જે. ચાવડા, જીગ્નેશ મેવાણી, બળદેવજી ઠાકોર તથા હાર્દિક પટેલ ઉમેદવારોના સમર્થનમાં આવી ગયા હતા. ઉમેદવારોએ હવે પરીક્ષા રદ કરવાની માગ સાથે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં રોજ અલગ-અલગ વિસ્તારના 15 થી 17 ઉમેદવારો પ્રતિક ઉપવાસ કરશે. જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ ઉપવાસમાં તેમનો સાથ આપી રહ્યાં છે. કોંગ્રેસ-એનએસયુઆઈના કાર્યકરો પણ ઉપવાસ કરી રહ્યાં છે. જેમાં શુક્રવારે સાંજે એનએસયુઆઈના એક કાર્યકરની તબીયત લથડતા તેને દવાખાને લઈ જવાયો હતો.

પરીક્ષા રદ કરવાના આંદોલનનો ત્રીજો દિવસ

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, 37થી પણ વધુ સરકારી ભરતીમાં ગોટાળા થયા છે. તલાટી, લોકરક્ષક, વનરક્ષક હવે બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષામાં ગોટાળો થયો, આ પહેલી પરીક્ષામાં ગોટાળો નથી થયો. પણ ઉમેદવારો હવે આ છેલ્લી ભરતીમાં ગોટાળો છે એવો સંકેત સરકારને આપી દેશે. હવે કોઈ પરીક્ષામાં ગેરરીતિ થશે, તો ગુજરાતનો યુવાન માફ નહીં કરે. અમે ઉમેદવારોના સમર્થનમાં છીએ, અમને મેદાન મુકવાની આદત નથી.

કોંગ્રેસ પ્રવક્તા

અમદાવાદથી આવેલો સુરેશ રાઠોડ નામનો યુવક છેલ્લા ત્રણ દિવસથી આંદોલનમાં બેઠો છે. ત્રણ-ત્રણ દિવસથી બેસીને પોતાની માગ અંગે હકારાત્મક જવાબ ન આવતા યુવક ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો હતો. ભ્રષ્ટાચારની વાતો સાંભળીને ભ્રષ્ટાચારી લોકોને તેણ રડતા રડતા કહ્યું હતું કે, ‘આવું ન હોય, ભગવાન નક્કી કરે છે બધુ એ જ સારો વિચાર આપશે તમને. ઓછું હશે તો ખઈ લો યાર વધુ ભરી લેવાનો વિચાર ન રાખશો. શું કામ આવું જીવન જીવો છો, સારું કર્યું હશે તો છાતી થોકીને જીવ શકશો.’ જેને પગલે યુવકને પરેશ ધાનાણીએ સાંત્વના પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details