ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 60 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1034 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 27 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 67,811 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે ગુરુવારે 917 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનાં 1034 કેસ, 917 ડિસ્ચાર્જ, 27 મોત - રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી મોત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 60 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1034 કેસ સામે આવ્યા છે.

gujarat corona
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 184 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 54 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 238 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.