ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat ST: ગુજરાત એસટી વિભાગે વેકેશનના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની બસો દોડાવાશે - extra buses

ઉનાળું વેકેશન શરૂ થઈ ગયું છે. જેને લઈને રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પણ જુદા જુદા પ્રવાસન સ્થળોના રૂટ પર વધારાની બસો દોડાવવાનું શરૂ કર્યું છે. આ માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓને બસની રાહ ન જોવી પડે એ માટે વધારાની બસ મૂકી પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રયાસ કરાયો છે.

Gujarat ST: ગુજરાત એસટી વિભાગે વેકેશનના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની બસો દોડાવાશે
Gujarat ST: ગુજરાત એસટી વિભાગે વેકેશનના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની બસો દોડાવાશે

By

Published : Apr 24, 2023, 10:41 AM IST

ગાંધીનગર:શાળા કોલેજમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તમામ લોકો વેકેશનમાં ફરવાનું આયોજન કરી રહ્યા છે, ને વેકેશનનો સમય દરમિયાન મુસાફરી માટે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ વર્ષે 1400 જેટલી એક્સ્ટ્રા બસ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News : વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોએ ભાજપ સાથે 'હાથ' મિલાવી લીધો

વધારાની બસો મુકાઈ:ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી દર ઉનાળુ વેકેશનમાં એક ખાસ આયોજન કરવામાં આવે છે. વેકેશન દરમિયાન વધી રહેલા પ્રવાસીઓની સંખ્યા ને ધ્યાને લઈને વધારાની બસ રૂટ પર મૂકવામાં આવે છે. આ વર્ષે પણ વધી રહેલા પ્રવાસી ને ધ્યાને લઈને જુદા જુદા રૂટ પર બસ ના ફેરા વધારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના જુદા જુદા હરવા ફરવાના સ્થળો વધી રહેલા ધસારાને ધ્યાને લઈ અલગ અલગ શહેર તથા રૂટ પર 1400 થી વધારે બસ દોડાવવા મોટું આયોજન થયું છે.

શું કહ્યું પ્રધાને:રાજ્ય સરકારના પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળ ખાતે પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શેરડી, નાશીક, ધુલીયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ મુસાફર જનતા માટે પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ Gandhinagar Crime : સ્વર્ગસ્થ પિતાનું સપનું પૂરું કરવા ખોટા દસ્તાવેજ ઉભા કરીને PSI બનવા અમદાવાદની યુવતી કરાઇ એકેડમીમાં પહોંચી

કામદારો માટે સૂચના: ગુજરાત દિવસના દિવસે વિદ્યાર્થીઓ પારો વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને રાજ્યના કામદારો માટે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામ ની કામગીરીમાં રોકાયેલા બાંધકામ શ્રમિકોને ઉનાળાની સિઝનમાં બપોરે 1:00 થી 4:00 વાગ્યા સુધી હું તો આરામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવાની સૂચના બિલ્ડર્સ એમ્પ્લોયર અને કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details