ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી 2023 જાહેર ગાંધીનગર : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રીન રિન્યૂએબલ એનર્જી બાબતે કરોડોના પ્રોજેક્ટ અને જમીનની ફાળવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એનર્જીની નવી પોલીસીની આજે સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં વર્ષ 2013 સુધીમાં રાજ્યમાં સમગ્ર વીજ ઉત્પાદનનો 50 ટકા હિસ્સો એનર્જીમાંથી પ્રાપ્ત થાય તે રીતનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજપ્રવાહ મળી રહે તે માટે પણ આયોજન સરકારે દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક :કરોડોનું રોકાણ, 2030 સુધીનો ટાર્ગેટ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023ની જાહેરાત કરી છે ત્યારે આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપના કરશે. આ પોલિસીનો ઓપરેશનલ સમયગાળો નવી પોલિસી જાહેર થતાં સુધીનો અથવા 2028 સુધીનો રાખવામાં આવ્યો છે. ભારતેે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક રાખ્યો છે. ઉપરાંત વર્ષ 2030 સુધીમાં ભારત રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 500 ગીગાવોટ સુધી વધારીને દેશની કુલ ઊર્જા જરૂરિયાતના 50 ટકા રિન્યુએબલ એનર્જીમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જેમાં 4 લાખ એકર જમીનનો ઉપયોગ થશે.
રાજ્યની સંભવિત રિન્યૂએબલ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. અંદાજે 4 લાખ એકર જમીનનો ઉપયોગ આ પોલીસી હેઠળ આવનારા પ્રોજેક્ટસમાં થવાની સંભાવના રાખવામાં આવી છે. ગુજરાતના રિન્યૂએબલ એનર્જી પોલિસી 2023ના પરિણામે 5 લાખ કરોડનું રોકાણ થવાની પણ સંભાવનાઓ છે. આ પોલીસી હેઠળના લાભો પ્રોજેક્ટ કમિશનીંગ તારીખથી 25 વર્ષના અથવા રિન્યૂએબલ પ્રોજેક્ટસના લાઈફ ટાઈમ સમયગાળા પૈકી જે વહેલું હોય તે માટે લાગુ થશે. આ પોલીસી અન્વયે પ્રોજેક્ટની નોંધણી, માન્યતા, કમિશનીંગ પ્રમાણપત્ર અને માસિક પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી – GEDA કાર્યવાહી કરશે.. કનુ દેસાઈ (ઊર્જાપ્રધાન)
ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી 2023ની મુખ્ય જોગવાઈઓ : રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પોલીસીની વાત કરવામાં આવે તો કન્ઝ્યુમરની કોન્ટ્રાકટ ડિમાન્ડના સંદર્ભમાં RE પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે કેપેસીટી પર કોઈ નિયંત્રણો નથી. ઉપરાંત કન્ઝ્યુમરના વપરાશ સામે RE પાવર સેટલમેન્ટ, બિલિંગ સાયકલના આધારે હાથ ધરવામાં આવશે. ગ્રીન પાવર સપ્લાય – ગુજરાત વીજ નિયમન પંચ-GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત ગ્રીન પાવર સપ્લાય ટેરિફ પર ગ્રાહકની વિનંતી પર 100 ટકા RE ઊર્જા સપ્લાય થશે. રૂફટોપ પ્રોજેક્ટ્સ માટે નેટ મીટરિંગ અથવા ગ્રોસ મીટરિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે.
નવા આયામો થશે શરુ : કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત અને તમિલનાડુ જ એવું રાજ્ય છે કે રાજ્યની દરિયાકિનારો અને જમીનનો સારો ફાયદો થયો છે. ત્યારે આ પોલિસીના કારણે નાના પાયે રૂફટોપ વિન્ડ પ્રોજેક્ટ્સ કન્ઝ્યુમર દ્વારા સ્થાપિત કરી શકશે. ઓફશોર વિન્ડના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. પોલિસી વિન્ડ ટર્બાઈન જનરેટર - WTG ઉત્પાદકો અને RE ડેવલપર્સને પ્રોટોટાઇપ WTGs ઇન્સ્ટોલ કરવા માટે સુવિધા આપશે.
વિન્ડ પાવર માટે શું : વિન્ડ ટર્બાઇન જનરેટરના રિપાવરિંગને પ્રોત્સાહન આપશે એટલે કે જૂના, નાના કદના અને બિનકાર્યક્ષમ વિન્ડ ટર્બાઈનને પુનઃ ઊર્જાવાન કરવા અને મોટા તથા વધુ કાર્યક્ષમ ટર્બાઈન સાથે બદલવા માટે મંજૂરી આપવામાં આવશે. રિપાવરિંગ માટે કેપેસિટી વધારાની કોઈ લિમિટ નથી. હાલના સ્થાપિત વિન્ડ પાવર પ્લાન્ટને અથવા બાંધકામ હેઠળના સ્ટેન્ડઅલોન વિન્ડ અથવા સોલાર પાવર પ્લાન્ટને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવાની સુવિધા આ પોલિસી અંતર્ગત મળશે.
નવી રોજગારી પણ મળશે :રહેણાંક ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌર ઊર્જા પર કોઈ બેંકિંગ શુલ્ક લાગુ થશે નહીં, જ્યારે અન્ય ગ્રાહકો માટે GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત બેંકિંગ શુલ્ક લાગુ પડશે. આ પોલિસી જે RE પાર્કને પ્રોત્સાહન આપે છે તેમાં સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અને હાઇબ્રિડ પાર્કનો સમાવેશ થાય છે. નહેરો, નદીઓ પર ફ્લોટિંગ સૌર પ્રોજેક્ટ વિકસાવી શકાશે. કેપ્ટિવ પાવર પ્રોજેક્ટ પર ક્રોસ-સબસિડી સરચાર્જ અને વધારાનો સરચાર્જ લાગુ થશે નહીં. આમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અને નવી રોજગારી પણ ગુજરાતને મળશે તેવું નિવેદન પણ રાજ્યના ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ આપ્યું હતું.
- પીએમ મોદી કરશે લોકાર્પિત, ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ મોઢેરા જ્યાં સૂર્યમંદિરનું સોલરાઇઝેશન કેવું થયું જૂઓ
- Budget Session 2023 : ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18,764.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે