ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ કરતાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ૬ મહિનામાં જ બમણું FDI ગુજરાતે મેળવ્યું - ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ

ગાંધીનગર : વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ ડિસેમ્બર 2019માં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 2 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે ફક્ત નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ 6 મહિનામાં જ ગુજરાતે ઔદ્યોગિક રોકાણોમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રૂપિયા ર૪ હજાર ૧ર કરોડનું ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ એફ.ડી.આઇ મેળવ્યું છે.

વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ કરતાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ૬ મહિનામાં જ બમણું FDI ગુજરાતે મેળવ્યું
વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ કરતાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ૬ મહિનામાં જ બમણું FDI ગુજરાતે મેળવ્યું

By

Published : Jan 2, 2020, 2:09 AM IST

આ વિદેશી મૂડીરોકાણ રાજ્યમાં ૨૦૧૮-૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન આવેલા રૂપિયા ૧૨,૬૧૮ કરોડના મૂડીરોકાણ કરતા બે ગણું એફ.ડી.આઇ છે. ભારત સરકારના ડીપાટર્મેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા દેશના રાજ્યોએ મેળવેલા ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અંગેના આંકડાઓમાં આ વિગત પ્રસિદ્ધ થઇ છે.

રાજ્યમાં ઉદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે તેની ફલશ્રુતિએ આ એફ.ડી.આઇમાં વધારો થયો છે. ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા ઇચ્છુક ઉદ્યોગકારોને સરળતાએ જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઉદ્યોગકારો અને સર્વિસ સેકટરમાં ઇઝ ઓફ ડૂઇંગ વધારવાના હેતુસર નિયત ધોરણો કરતાં પણ વધુ ઉદારત્તમ ધોરણો અપનાવી ઉદ્યોગકારોને વ્યાપક સુવિધા આપવામાં આવે છે. ગુજરાત મેન્યૂ ફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં આ એફ.ડી.આઇને પરિણામે હવે નવા સેકટર્સનો પણ ઉમેરો થયો છે.

રાજ્ય સરકારે ગુડ ગવર્નનન્સ અને નો પેન્ડન્સીની જે પીપલ ફ્રેન્ડલી-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઉદ્યોગો પણ રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા રપ૭૪ મોટા ઉદ્યોગોમાંથી ૭૩પ મોટા એકમો એકલા ગુજરાતમાં સ્થપાયા છે.

ABOUT THE AUTHOR

...view details