ગુજરાત

gujarat

ETV Bharat / state

આયુષ્માન કાર્ડમાં રૂપિયા 6500 કરોડની દાવા નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે - આયુષ્માન યોજના

દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. અને તેમાંય 6500 કરોડથી વધુ રકમના ક્લેમ્સ ( 6500 crore claims registered )કરીને આયુષ્માન યોજનાનો લાભ લઈને ગુજરાત પ્રથમ ક્રમે (Gujarat ranks first in Ayushman card registration )રહ્યું છે.

આયુષ્માન કાર્ડમાં રૂપિયા 6500 કરોડની દાવા નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે
આયુષ્માન કાર્ડમાં રૂપિયા 6500 કરોડની દાવા નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

By

Published : Jan 3, 2023, 7:48 PM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આયુષ્માન યોજનામાં ( Ayushman Yojna) ગુજરાતમાં વર્ષ 2018થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ 1 કરોડ 67 લાખ 38 હજાર 600 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ ( Ayushman Card ) કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. આયુષ્માન કાર્ડધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે.

આ પણ વાંચો હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા

લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો સૌથી વધુ લાભ લીધો ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel ) જણાવ્યું હતું કે, ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડથી લાભાન્વિત કરવાના સધન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ જ આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો લાભ ( 6500 crore claims registered ) મેળવ્યો છે.

આ પણ વાંચો જરૂરિયાતમંદો માટે આયુષ્માન કાર્ડ સોનાની લગડી સમાન છે: PM મોદી

હવે 10 લાખનું સુરક્ષાકવચ ગુજરાતનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડ ( Ayushman Card )થી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. આવનારા સમયમાં આયુષ્યમાન કાર્ડ ( Ayushman Card ) હેઠળ વીમા કવચની રકમ પાંચ લાખ છે તે વધારી (PMJAY Ayushman Bharat Card limit increased) રહી છે. આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. દસ લાખ કરવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે, તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ગુજરાત પ્રથમ ક્રમાંકે આયુષ્માન કાર્ડ ( Ayushman Card ) અંતર્ગત દાવા નોંધણીની વાત કરીએ તો ગુજરાતમાં અંદાજીત 34 લાખ જેટલા ક્લેમ્સ આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે છે. જ્યારે દાવા ચૂકવણીની રકમની દ્રષ્ટિએ રૂ.6,589 કરોડની રકમના દાવા નોંધણી ( 6500 crore claims registered ) સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે (Gujarat ranks first in Ayushman card registration ) છે.

ગુજરાતમાં 2827 હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધગુજરાત સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના ( Ayushman Yojna) અને મા યોજનાનું સંકલન કરીને PMJAY- મા યોજના અમલી બનાવી છે. જેના પરિણામે રાજ્યમાં આરોગ્ય વીમા કવચનો વ્યાપ પણ વધ્યો છે. હાલ ગુજરાતમાં 1974 સરકારી અને 853 ખાનગી આમ કુલ 2827 જેટલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ( Ayushman Card ) અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિ:શુલ્ક ઉપલબ્ધ બની છે.

ABOUT THE AUTHOR

...view details