ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 24 જુલાઇ 2023ના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ 4.72 ઇંચ એટલે કે 118 મિ.મી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
કુલ 69.97 ટકા વરસાદ: ઉલ્લેખનીય છે કે રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.97 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 129.98 ટકા, સૌરાષ્ટ્રમાં 102.96 ટકા ઉત્તર ગુજરાતમાં 59.82 ટકા, દક્ષિણ ગુજરાતમાં 56.04 ટકા, પૂર્વ ગુજરાતમાં 53.56 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 74 મિ.મી. ભાવનગરના શિહોરમાં 71 મિ.મી., સુસ્તના ઉમરપાડામાં 70 મિ.મી., ગીર સોમનાથના વેરાવળમાં અને બોટાદના ગઢડામાં 68 મિ.મી., રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં 94 મિ.મી અને લોધિકા તાલુકામાં 82 મિ.મી., જામનગરના લાલપુરમાં 84મિ.મી., અમરેલીના બાબરામાં 83 મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 81 મિ.મી. વરસાદ નોંધાયો છે.
16 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ:સુરત શહેરમાં 75 મિ.મી., તાપીના ડોલવણમાં 63 મિ.મી., વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં 61 મિ.મી., કચ્છના ગાંધીધામમાં 79 મિ.મી. અને મહેસાણાના સતલાસણામાં 60 મિ.મી., નર્મદાના નાંદોદમાં 56 મિ.મી. ગીર સોમનાથના સુત્રાપાડામા અને સાબરકાંઠાના ઇડરમાં 55 મિ.મી., ભાવનગરના ઉંમરાળામાં 54 મિ.મી., રાજકોટમાં 51 મિ.મી., અને ભરૂચમાં 50 મિ.મી. એમ મળી કુલ 16 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
સૌરાષ્ટ્ર તથા દ. ગુજરાતમાં વરસાદનું જોર રહેશે: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે રાજ્યમાં આજના દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
- Weather Alert: 27 જૂલાઈ સુધી વરસાદની આગાહી, ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે
- Valsad News: પાર નદી વચ્ચે બનેલા ટાપુ પર ત્રણ દિવસથી ફસાયેલા આધેડનું રેસ્ક્યુ