ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરશિયાળે જામ્યું ચોમાસું; ગુજરાતના જિલ્લા બન્યા હિલ સ્ટેશન, ઠંડીમાં 4 ડિગ્રીનો થશે વધારો - gujarat rain

રાજ્યમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના તલાલામાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જો કે આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

gujarat rain
gujarat rain

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 2:04 PM IST

રાજ્યમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો

ગાંધીનગર:સમગ્ર રાજ્યમાં આજે તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ નોંધાયો છે. ગુજરાતના અનેક શહેરોનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું જોવા મળ્યું હતું. પશ્ચિમ બંગાળ અને સમુદ્રમાંથી હવાના કારણે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદી માહોલ રહેશે.

રસ્તાઓ પર વિઝીબલિટી ઘટી

હવામાનમાં પલટો:ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે રાજકોટ ચોટીલા હાઈવે ઉપર બરફના કરા પડ્યા હતા. લોકો બરફની મજા માણવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અમદાવાદમાં સવારે 9 વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને 12 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી વરસાદ પડતાં શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. આજે સવારે રસ્તાઓ પર વિઝીબલિટી ઓછી થતાં વાહન ચાલકોને વાહનોની લાઈટ દિવસે પણ ચાલુ કરવાની પરિસ્થિતિ ઉભી થઇ હતી.

જગતના તાતની વધી ચિંતા:જો કે હવામાન વિભાગની આગાહી કરી પ્રમાણે આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે. જો કે માવઠાને લીધે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કેમ કે હાલ ખેતરમાં પાક ઊભો છે અને તેને નુકસાન થવાની સંભાવના છે. શિયાળું પાક ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંમાં નુકસાની વેઠવાનો વારો આવવાની શક્યતા છે.

ગુજરાતમાં પશ્ચિમી પવન અને ભેજ રહેવાના કારણે વરસાદ નોંધાશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ફરક જોવા મળશે અને ચાર ડિગ્રી તાપમાન વધશે. પરંતુ ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે, ગાંધીનગરમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. સાથે જ ચાર દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડીમાં પણ વધારો થશે. ડિસેમ્બરની શરૂઆતથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળશે. - મનોરમા મોહંતી (હવામાન વિભાગના ડાયરેક્ટર)

61 તાલુકામાં નોંધાયો વરસાદ

61 તાલુકામાં નોંધાયો વરસાદ:રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યના 61 તાલુકામાં કુલ 46 mmથી 1 mm સુધી નો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વંથલી તાલુકામાં 1.72 ઇંચ વરસાદ નોંધાયો છે.

ક્યાં પડી શકે છે વરસાદ:હવામાન વિભાગે આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ તથા તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાઠાં, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તથા ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

  1. કમોસમી વરસાદની વચ્ચે ભાવિકોએ કરી લીલી પરિક્રમા, જાણો કેવો રહ્યો અનુભવ
  2. લીલી પરિક્રમાના અંતિમ દિવસે કમોસમી આફત, જંગલ વિસ્તારમાં વરસાદ પડતાં પરિક્રમાર્થીઓને મુશ્કેલી સાથે મોજ

ABOUT THE AUTHOR

...view details