ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસનું ‘રાષ્ટ્રપતિ નિશાન’થી સન્માન - Vice President Venkaiah Naidu

ગાંધીનગર: ગાંધીનગર નજીક ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન ગુજરાત પોલીસને અપાયું છે. આ સાથે જ ગુજરાત પોલીસને પોતાનો અલગ ધ્વજ અને ચિન્હ મળ્યું છે. કરાઇમાં યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન એનાયત કર્યો હતાં. જેમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ઉપ રાષ્ટ્રપતિએ એનાયત કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા.

ઉપ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસનું ‘રાષ્ટ્રપતિ નિશાન’થી સન્માન
ઉપ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસનું ‘રાષ્ટ્રપતિ નિશાન’થી સન્માન

By

Published : Dec 15, 2019, 12:29 PM IST

Updated : Dec 15, 2019, 2:45 PM IST

મહત્વનું છે કે, ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાનએ પોલીસ દળની શ્રેષ્ઠ અને ગૌરવંતુ પ્રતિક છે. આ સન્માન રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાન બદલ આપવામાં આવે છે. આમ, આજે ગુજરાત પોલીસ આ સન્માનથી સન્માનિત થતાં દેશનું 8મું મોટું પોલીસ દળ બન્યું છે. અત્યાર સુધી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને આસામ પોલીસને આ સન્માન મળ્યું છે.

ગુજરાત પોલીસનું ‘રાષ્ટ્રપતિ નિશાન’થી સન્માન
  • ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસને નિશાન પ્રદાન કર્યું, ગુજરાત પોલીસનું અલગ ચિન્હ અને ધ્વજ
  • ઉપ રાષ્ટ્રપતિએ નિશાન પ્રદાન કર્યું
  • કરાઈ પોલીસ એકેડમીમાં વિશેષ કાર્યક્રમમાં સન્માન પ્રદાન કરાયું
  • હવે પ્રેસિડેન્ટ્સ કલર્સ સાથે જ ગુજરાત પોલીસનું વિશેષ ચિન્હ અને ધ્વજ રહેશે
  • આમ, ગુજરાત પોલીસના ગૌરવશાળી 58 વર્ષ બાદ રાષ્ટ્રપતિ નિશાન સન્માન મળ્યું છે
  • સેરેમોનિયલ પરેડમાં ધ્વજ અને વિશેષ પ્રતિક એનાયત
  • ગુજરાતની સ્થાપના સાથે પોલીસ દળ બનાવાયું હતું
Last Updated : Dec 15, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details