ગાંધીનગર: રાજ્યમાં કોરોના કાબુમાં આવતો નથી. રોજ અંદાજે 500 લોકો કોરનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા કડક અમલવારી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. અનલોક-1 દરમિયાન લોકો મોટા પ્રમાણમાં રાત્રે પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા રાત્રીના 9 સવારના 5 કલાક સુધી કરફ્યુંનો અમલ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
કોરોનાનો કહેર: પોલીસ વિભાગનો કડક આદેશ- રાત્રે 9થી સવારના 5 સુધી કોઈ ફરકવું ન જોઈએ - ગાંધીનગર
અનલોક-1 દરમિયાન રાત્રે બેખોફ બની ફરતા લોકોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા રાત્રે 9થી સવારે 5 કલાક સુધીમાં બહાર નીકળવા પર પ્રતિબંધ મુક્યો છે. રાત્રે 9થી સવારે 5 સુધી કરફ્યું લગાવી પોલીસ તેનો કડક અમલ કરાવશે.
રાજ્યમાં ફરીથી લોકડાઉન કરાશે તેવી અફવાઓએ જોપ પકડ્યું છે. સરકાર દ્વારા આ આફવાઓને રદિયો આપવામાં આવ્યો છે. તેવા સમયે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તમામ રેન્જ IG અને જિલ્લાના પોલીસ અધિક્ષકને પત્ર લખી રાત્રીના 9ના 5 સવારના કલાક સુધી કરફ્યું કડક અમલ કરાવવા માટે લેખિત આદેશ કરવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન માત્ર આવશ્યક વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.
સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો આંકડો 3 લાખ પર પહોંચવા આવ્યો છે. દેશમાં લોકડાઉન બાદ અનલોક-1 અમલમાં આવું છે. ત્યારે તેમાં નિયમોને આધીન રહેવાનો આદેશ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા પણ સાંજના 7 કાલાક સુધી દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તમામ શોપિંગ બંધ થઈ જવા જોઈએ. રાત્રીના 9થી સવારના 5 કલાક સુધી કરફ્યું જાહેર કરાયું છે પરંતુ રાત્રી દરમિયાન મોટા પ્રમાણમાં વાહનો રોડ પર જોવા મળી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગ દ્વારા રાત્રી દરમિયાન કરફ્યુંનો કડક અમલ કરવા માટે આદેશ કરાયો છે.