ગાંધીનગર : રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં અનેક કર્મચારીઓની જગ્યા ખાલી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022 માં 10,000 જેટલા LRD ની ભરતી કરવામાં આવી હતી. હવે PSI ની અનેક જગ્યાઓ ખાલી છે, ત્યારે આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 538 જેટલી PSI ની જગ્યા હંગામી ધોરણે ભરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા ખાતાકીય પરીક્ષા પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
હંગામી ધોરણે 538 PSI ખાલી જગ્યાઓ ભરવામાં આવશે 538 PSI માટે હંગામી ભરતી : ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે વર્ગ 3 ની જગ્યાઓ ખાતાકીય બઢતી હતી જે ભરવા વિભાગ 24 ઓગસ્ટ 2023 ના સરખા ક્રમાંકના પત્રથી આપેલી મંજૂરી અન્વયે ફેરવી વિચારણા કરવા દરખાસ્ત કરી હતી. જે અંતર્ગત સરકાર દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની 538 જગ્યા તદ્દન હંગામી ધોરણે બઢતીથી ભરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
કયા નિયમો અનુસાર થશે ભરતી ?રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અમુક શરતોને આધીન આ હંગામી ધોરણે ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોવાના કારણે અને રાજ્યમાં કાયદો તથા વ્યવસ્થા વધુ સઘન કરવાના હેતુથી આ બઢતી કરવી હિતાવહ માનવામાં આવી છે. જ્યારે હાલમાં સિનિયર એએસઆઈ ભરતી માટે લાયક ન થાય ત્યાં સુધી નિયત લાયકાત ધરાવતા જુનિયર એએસઆઈને શરતી અને તદ્દન કામ ચલાવ હંગામી ધોરણે બઢતી આપવાની રહેશે.
ખાતાકીય પરીક્ષા : સિનિયર એએસઆઈ કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા માટે લાયક બને કે તરત જ તેઓની ખાતાકીય પરીક્ષાનું આયોજન પણ કરવાનું રહેશે. બઢતી માટે લાયક ઠરે ત્યારે લાસ્ટ કમ ફર્સ્ટ આઉટ સિદ્ધાંત મુજબ સૌથી જુનિયર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને એએસઆઇ સંવર્ગમાં રીવર્ટ કરવાના રહેશે.
મહત્વપૂર્ણ સૂચના :રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિપત્રમાં જણાવ્યા અનુસાર આ તદ્દન કામ ચલાવ બઢતીથી નિમણૂક પામેલ જુનિયર બીન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને રીવર્ટ કરવામાં આવે ત્યારે કોર્ટ કેસ કે અન્ય કોઈ વહીવટી પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે બઢતી પામતા કર્મચારી પાસેથી બાંહેધરી પણ મેળવવાની રહેશે. બઢતી આપતી વખતે હાલમાં નામદાર હાઈકોર્ટ સમક્ષ ન્યાયાધીન કોર્ટ કેસમાં ભવિષ્યમાં સિનિયોરિટી બાબત કે અન્ય કોઈ સેવા વિષયક બાબતો વહીવટી ગુચ કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટેની પણ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. આમ બઢતીથી નિમણૂક આપવા અંગે ભરતી નિયમો મુજબ રેશિયો જાળવવા અને અનામત અંગેના નિયમો તથા રોસ્ટર અંગેના પ્રવર્તમાન નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.
- Promotion of DySP as SP : સરકારે 2 DySP ને SP તરીકે બઢતી આપી, જાણો કોણ છે આ જાંબાજ અધિકારીઓ
- Education Board: શિક્ષણ બોર્ડના નવા ચેરમેન બન્યા બંછાનિધિ પાની