ગાંધીનગરગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એક વિશેષ બેઠક યોજાઈ હતી. રાજ્યની 8 મહાનગરપાલિકા (Gujarat Municipal Corporation) અને 22 નગરપાલિકાના સંયુક્ત અને સારો વિકાસ થાય (Development works in Gujarat) તેને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં (Municipal Corporation Officials Meeting With CM) આવી હતી. આ બેઠકમાં 8 કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત 22 નગરપાલિકાના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા.
શું કહ્યું CM ભૂપેન્દ્ર પટેલે?મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, ગુજરાતના નગરો મહાનગરો શહેરી વિકાસ કેવો હોય તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો અને નાણાકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે. આના પરિણામે રાજ્ય સરકાર અને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એક થઇને કામ કરે છે, એટલું જ નહીં, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઈ કામ (Development works in Gujarat) નાણાંના અભાવે અટકતું પણ નથી.