ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈન્ટરનેટના જમાનામાં મળે છે ટપાલ માટેનું ભથ્થું; જાણો ધારાસભ્યના પગાર ધોરણ

ગુજરાતમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યને(new elected mla of gujarat) કુલ 1.37 લાખ જેટલો દર મહિને પગાર (1 lakh and 37 thousand per month salary of mla)મળશે. ધારાસભ્ય બન્યા બાદ તમામ સભ્યોને ગાંધીનગર ખાતે MLA ક્વાટર્સ (MLA Quarters at gandhinaagr)ખાતે એક આવાસ ફાળવવામાં આવશે. ચોંકાવનારી બાબત એ છે કે ગાંધીનગર ખાતે તેમને મળતું ક્વાટર્સ દર મહિને માત્ર 37.5 રૂપિયા જેટલી મામૂલી રકમે મળે(gujarat mla salary per month) છે

gujarat mla salary per month
gujarat mla salary per month

By

Published : Dec 21, 2022, 4:59 PM IST

શું કહ્યું ખેડાવાલાએ?

ગાંધીનગર:ગુજરાતના ધારાસભ્યના (new elected mla of gujarat) પગાર મામલે છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ થઈ રહી(gujarat mla salary per month) છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના ધારાસભ્યોને પ્રતિ બેઝિક પગાર 78,800 પ્રાપ્ત થાય (1 lakh and 37 thousand per month salary of mla) છે. વિધાનસભા ગૃહ ચાલતું હોય ત્યારે દૂર જિલ્લાના જે ધારાસભ્ય વિધાનસભા દરમિયાન આવે તેમને કિલોમીટર દીઠ વધુ આપવામાં આવે(travelling allowance of mla) છે. આમ દૂરના જિલ્લાઓને વધુ ભથ્થું અને નજીકના જ જિલ્લાના ધારાસભ્યોને ઓછા કિલોમીટર થતાં હોવાથી ઓછું પ્રાપ્ત થાય છે.

સ્પેશિયલ કેસમાં નથી વધતું મોંઘવારી ભથ્થું:ધારાસભ્યના મોંઘવારી ભથ્થાની (inflation allowance of mla gujarat)વાત કરવામાં આવે તો સ્પેશિયલ કેસમાં ધારાસભ્યના ભથ્થામાં વધારો થતો નથી. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકાર જ્યારે મોંઘવારી ભથ્થાના વધારો કરે ત્યારે જ વર્ગ 1 અને વર્ગ 2 કર્મચારીઓની સાથે સાથે ધારાસભ્યના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થાય છે. અત્યારે ગુજરાતના ધારાસભ્યોને મૂળ પગાર પર 34 ટકાનું એટલે કે 26,792 જેટલું મોંઘવારી ભથ્થું પ્રાપ્ત થાય છે.

તમામ સભ્યોને લાભ નથી મળતો:ધારાસભ્યના આર્થિક લાભ બાબતે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ ધારાસભ્યોને લાભ મળતો નથી પરંતુ દૈનિક ભથ્થાની વાત કરવામાં આવે તો વિધાનસભાની સમિતિમાં જે સભ્ય હોય અને તેવા સભ્ય હાજરી આપે ત્યારે તેવા ધારાસભ્યને દૈનિક વસ્તુ 1000 રૂપિયા આપવામાં આવે છે. કાર મારફતે મુસાફરી કરે તો પ્રતિ કિલોમીટર પેટ્રોલ કારના 11 રૂપિયા ડીઝલના 10 રૂપિયા CNG કારના 6 રૂપિયા અને અન્ય રીતે કરવામાં આવેલી મુસાફરીના અઢી રૂપિયા લેખે ભથ્થું આપવામાં આવે છે.

આ પણ વાંચોધારાસભ્ય પબુભા માણેકે સરકારના પગાર ભથ્થાને સ્વીકારવાની કહી દીધી ના

પ્રતિ દિન 1.25 રૂપિયા આવાસનું ભાડું:ધારાસભ્ય બન્યા બાદ તમામ સભ્યોને ગાંધીનગર ખાતે MLA ક્વાટર્સ ખાતે એક આવાસ ફાળવવામાં (MLA Quarters at gandhinaagr)આવશે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનીંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણનું રોજનું ભાડું રૂ. 1.25 રાખવામાં આવ્યું છે. આમ જોઈએ તો માસિક માત્ર રૂપિયા 37.5ના ખર્ચે ધારાસભ્યને સરકારી આવાસનો લાભ (gujarat mla salary per month) મળશે.

ધારાસભ્યોના હાલના પગાર ધોરણનું વિવરણ

ધારાસભ્યોને મળતા વધારાના આર્થિક લાભ

1)

ધારાસભ્યોને મળતા વધારાના આર્થિક લાભ

2) જો સભ્ય રેલવે દ્વારા મુસાફરી કરે તો તેઓને રેલવેના પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસીનું ભાડું મળવાપાત્ર થાય છે. તે ઉપરાંત પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસનું અડધું ભાડું આનુષંગિક ખર્ચ તરીકે મળવાપાત્ર છે.

સભ્યોની મુસાફરીની સગવડ:

1) રેલવે - વિધાનસભા સભ્ય પોતાના પતિ કે પત્ની અને બીજા બે કુટુંબીજન સાથે ગુજરાત રાજ્યની અંદર રેલવેના પ્રથમ વર્ગ કે સેકન્ડ એસીમાં મુસાફરી કરી શકે છે. ગુજરાત બહાર પણ ઉપર મુજબ જ સભ્યો મુસાફરી કરી શકે છે. પરંતુ સભ્ય એકલા ગુજરાત રાજ્ય બહાર એક નાણાકીય વર્ષમાં 10,000 કિલોમીટર અને તેમના સહયાત્રીઓ સાથે 20000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે.

2) એસટી-વિધાનસભાના સભ્યો પોતાના ઓળખપત્ર દ્વારા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં (લક્ઝરી બસ સહિત) તેની પત્ની કે પતિ અને બીજા બે કુટુંબીજનો સાથે મુસાફરી કરી શકે છે.

3) વિમાની સેવા-વિધાનસભાના સભ્ય પોતાના કુટુંબના એક સભ્ય સાથે એક નાણાકીય વર્ષમાં પોતાના નજીકના એરપોર્ટથી ભારતના કોઈપણ ભાગમાં ત્રણ વખત આવવા-જવાની મુસાફરી કરી શકે છે. તે અંગે થયેલ ખર્ચ પેટે રેલવેના પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસી બેમાંથી જે વધારે હોય તે ભાડું જેટલુ જ ભાડું ખર્ચ થાય છે.

તબીબી સારવાર:વિધાનસભાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને તેના પર આધારિત કુટુંબીજનોને રાજ્યમાં આવેલી સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે તબીબી સારવાર મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત કોર્પોરેશન કે પંચાયતની હોસ્પિટલ, ગ્રાન્ટ ઈન એઈડ હોસ્પિટલ અને જીએમઈઆરએસની સરકારી તથા ખાનગી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં લીધેલી સારવારનું સંપૂર્ણ વળતર મળવાપાત્ર છે. ખાનગી હોસ્પિટલમાં પણ અંદરના અને બહારના દર્દી તરીકે લીધેલી સારવારનો પણ સંપૂર્ણ ખર્ચ મળવાપાત્ર છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય તથા તેના પર આશ્રિત કુટુંબીજનોને ખાનગી હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે લીધેલી સારવાર નું વળતર પેકેજ રેટ પ્રમાણે મળવાપાત્ર થાય છે.

ટેલિફોનની સગવડ
1) સભ્યને તેમના વતનના નિવાસ સ્થાનના ટેલિફોનનું ભાડું મળવાપાત્ર (Allowance for postage in the age of internet)છે.
2) ગાંધીનગર સ્થિત સદસ્ય નિવાસ સ્થાને જો ટેલિફોન જોડાણ લે તો સરકાર તેનો ભાડાં ખર્ચ ભોગવે છે.

ભોજનની સગવડ:સદસ્ય નિવાસ ખાતે સદસ્ય ભોજનાલયમાં સભ્યોને રાહત દરે ભોજનની સગવડ આપવામાં આવે છે.

રેલવે રિઝર્વેશન કાઉન્ટર સવલત:વિધાનસભાના સભ્યોને વિધાનસભાના મકાનમાં રેલવે રિઝર્વેશન કાઉન્ટર સવલત આપવામાં આવી છે.

આ પણ વાંચોડ્રગનો વેપલો બીજા કરે છે અને બાળકો આપણા ખતમ થાય છે: અમિત શાહ

શું કહ્યું ખેડાવાલાએ?:કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય પણ એક માણસ જ છે અને તેને પણ મોંઘવારી નડે છે. છેલ્લા કેટલાય દિવસથી ધારાસભ્યને દોઢ લાખ રૂપિયા પગાર મળે છે તેવી વાતો વહેતી થઈ છે ત્યારે હું સ્પષ્ટતા કરવા માગું છું કે હું અમદાવાદથી ગાંધીનગર આવું છું અને જી.ટીએ.ડી.એ મળે છે તે કિલોમીટરના આધારે મળે છે. જે દૂરથી આવે છે તેમને તેમના કિલોમીટર પ્રમાણે આપવામાં આવે છે. બીજા રાજ્ય કરતા ગુજરાતમાં ખૂબ જ ઓછો મોંઘવારી ભથ્થું પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં અમને ફક્ત પગાર અને તમામ ઓફિસ ખર્ચ મળીને એક લાખ રૂપિયા મળે છે. જ્યારે બીજા રાજ્યમાં અઢી લાખ રૂપિયા પગાર છે અને ગુજરાતમાં ખૂબ જ ઓછો પગાર ધારાસભ્યનો છે. તમામ ધારાસભ્ય ચિંતા કરતા હોય છે. જ્યારે જે લોકો રજૂઆત કરવા માટે આવે છે તે લોકો માટે પણ ચા પાણીની વ્યવસ્થા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે ખર્ચ વધી જાય છે. જ્યારે ધારાસભ્યને સંગઠન વિસ્તારનું કાર્યાલય તમામ ચલાવવાનું હોય છે તે તમામ ખર્ચાને જોતા ગુજરાતના ધારાસભ્યનો પગાર ખૂબ જ ઓછો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details