મહત્વનું છે કે, સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઇટીવી ભારત દ્વારા "વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે" ભજનને અલગ અલગ ગાયક કલાકારો પાસે ગવડાવી દેશમાં શાંતિ અને એક્તાનો સંદેશો આપી બાપુને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઈટીવી ભારતની આ પ્રસ્તુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે પણ આવકારી હતી અને રિ-ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને ઇટીવી ભારતને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ ટ્વીટ ઈટીવી ભારતની પહેલને આવકારી
ગુજરાતના રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ કર્યુ ટ્વિટ
કુંવરજી બાવળિયાએ ટ્વીટ કરીને ઈટીવી ભારતની પહેલને બિરદાવી