કોગ્રેસના પૂંજાવંશ દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે લેખિતમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2018-19ના સુધારેલ અંદાજ મુજબ 2.40 લાખ કરોડનું જાહેર દેવું છે. જે પેટે રાજ્ય સરકારે 35 હજાર 270 કરોડ રુપિયા 2017-18ને 2018-19માં વ્યાજ પેટે ચૂકવ્યા છે. જ્યારે મુદ્દલ પેટે 29 હજાર 140 કરોડ ચૂકવ્યા છે. જેમાં નાણાકીય સંસ્થાની લોન 4.75થી લઇને 8.75 ટકા છે અને બજાર લોન 6.05થી લઇને 9.75 ટકા છે. જ્યારે MMSS લોન 9.50થી લઇને 10.50 સુધીની છે.
ગુજરાતનું દેવું 2.40 લાખ કરોડ, મુદ્દલ કરતા વ્યાજ વધુ ચૂકવાયુ - નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ
ગાંધીનગર: રાજય સરકારના દેવામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નમાં ગુજરાત રાજ્યનું જાહેર દેવું અધધ વધીને કુલ 2.40 લાખ ડોલર થયું હોવાનું નિવેદન રાજ્યના નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જાહેર કર્યું હતું.

ગુજરાત રાજ્યનું દેવું 2.40 લાખ કરોડ
રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત અને અનેક ઉજવણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેવો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં અનેક ખર્ચ છતાં પણ મૂડી રોકાણ અને નવા ઉદ્યોગો આવતા નથી ત્યારે આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા 2 વરસમા ચૂકવેલ મુદ્દલ રકમ કરતા વ્યાજની રકમ અંદાજિત 6 હજારને 130 કરોડ વધુ હોવાનું સામે આવ્યું છે.