ગાંધીનગર:વર્ષ 2021 માં કેન્દ્ર સરકારે પ્રથમ વખત પેપર લેસ બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ તત્કાલીન નાયબ મુખપ્રધાન નીતિન પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં પેપરલેસ બજેટ રજુ કર્યું હતું. આજે સંસદીય કાર્યશાળાના પુર્ણાહુતી કાર્યક્રમમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાને પેપરલેસ વિધાનસભા બનાવવાની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં ગુજરાત વિધાનસભા સંપૂર્ણ પેપર લેસર વિધાનસભા બનશે. ગુજરાત વિધાનસભા હવે એ વિધાનસભા તરીકે ઓળખાશે. મહત્વની વાત કરવામાં આવે તો આ માટે તમામ સભ્યના ડેસ્ક ઉપર એક ટેબલેટ પણ રાખવામાં આવશે. જેમાં તમામ પ્રકારની વિધાનસભાની માહિતી પ્રશ્નોત્તરી બિલ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ તેમને ડિજિટલ રુપે પ્રાપ્ત થશે. જ્યારે આવનારા દિવસમાં ધારાસભ્યોને ટ્રેનિંગની જરૂર પડશે તો ટ્રેનિંગ પણ વિધાનસભા ખાતે આપવામાં આવશે.---શંકર ચૌધરી (વિધાનસભા અધ્યક્ષ)
હાલમાં આ રીતની સિસ્ટમ ગુજરાત વિધાનસભામાં ચાલી રહી છે. જેમાં કાર્યાલય ના સ્ટાફ દ્વારા ધારાસભ્યોને કોરા કાગળ પર સહી કરાવે છે. પોતાની રીતે સરકારની વાહવાહી કરતા પ્રશ્નો પૂછવામાં આવે છે. જેથી આ સિસ્ટમ રદ થવી જોઈએ, ધારાસભ્યોએ પોતાની રીતે જ પ્રશ્ન પૂછવા જોઈએ. જ્યારે ધારાસભ્યો કરતા જનતા વધારે પ્રશ્નો right to information માધ્યમથી પૂછી રહી છે. એ સુવિધા કોંગ્રેસે શરૂ કરી હોવાનું નિવેદન અર્જુન મોઢવાડીયાએ આપ્યું હતું.---અર્જુન મોઢવાડિયા(કોંગ્રેસના ધારાસભ્ય)
આ પણ વાંચો Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાએ ચાર્જ સંભાળ્યો