ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજે 5 વાગ્યાથી શાંત થશે - કોંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું(First phase voting) અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન(second phase voting) યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. જેના 48 કલાક અગાઉ એટલે કે 29 નવેમ્બરને મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત(Election campaign reverberation quiet) થશે. રાજકીય પક્ષો ત્યારબાદ પ્રચાર કરી શકશે નહિ.

પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજે 5 વાગ્યાથી શાંત થશે
પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજે 5 વાગ્યાથી શાંત થશે

By

Published : Nov 28, 2022, 10:34 PM IST

Updated : Nov 29, 2022, 8:06 AM IST

ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ઉમેદવારોના પ્રચારની આખરી ઘડીઓ ગણાઈ રહી છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું(First phase voting) અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન(second phase voting) યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. જેના 48 કલાક અગાઉ એટલે કે 29 નવેમ્બરને મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત(Election campaign reverberation quiet) થશે. રાજકીય પક્ષો ત્યારબાદ પ્રચાર કરી શકશે નહિ.

આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પર પ્રતિબંધ:1 તારીખે 89 બેઠકો પર મતદાન યોજાશે. 29 નવેમ્બર સાંજે 5 વાગ્યાથી આદર્શ આચાર સંહિતા પ્રમાણે કોઈ પણ રાજકીય પક્ષના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક પ્રચાર કરી શકશે નહિ. ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે. ચૂંટણી પંચની આ સૂચનાઓનો કડક અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં 3 ડિસેમ્બરે પ્રચાર પડઘમ શાંત થશે. સાંજે પાંચ વાગ્યાથી તમામ રાજકીય પક્ષો પોતાનો જાહેર સભા, રેલી અને માઈક પર પ્રચાર બંધ કરશે. જાહેરસભા અને રેલીઓ પર નહી યોજતા રાજકીય પક્ષો સાંજે પ્રચાર પડઘમ શાંત થયા બાદ, ગૃપ મિટિંગ, બૂથ સભા, જ્ઞાતિ-જાતિના સંમેલન પર જોર આપશે.

આદર્શ આચારસંહિતા એટલે શું?

ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગૂ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે પૂરી થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે. આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે. આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે. જોકે આચારસંહિતા કોઈ કાયદાના દાયરામાં નથી પરંતુ તેને તમામ રાજકીય પક્ષોની સહમતીથી બનાવવામાં આવી છે. જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે.

શા માટે લાગુ કરાય છે ?

આચારસંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે ગેરઉપયોગ ન કરી શકે. આદર્શ આચારસંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ. જેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન, શોભાયાત્રાઓ, રેલીઓ, મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે. જેના દ્વારા સામાન્ય જનતામાં વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે.

Last Updated : Nov 29, 2022, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details