ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતનું 2,27,029 કરોડના કદનું સૌથી મોટુ બજેટ રજૂ થયું - બજેટમાં આદિવાસી વિકાસ માટેની જોગવાઇ

નાણાપ્રધાન નીતિનભાઈ પટેલે ગુજરાત સરકારનુ વર્ષ 2021-22 નુ અંદાજપત્ર વિધાનસભા ખાતે સતત નવમીવાર રજૂ કર્યું છે.

Gujarat budget 2021
Gujarat budget 2021

By

Published : Mar 3, 2021, 5:53 PM IST

  • નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
  • અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

ગાંધીનગરઃ કોરોનાના કપરાકાળમા પણ ગુજરાતે વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવા અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા 2,27,029 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું છે. વન બંધુ કલ્યાણ યોજના-1ની વિકાસ ગાથાને વધુ ઉચાઈએ લઈ જવા માટે આગામી પાંચ વર્ષ માટે રૂપિયા 1 લાખ કરોડની માતબર જોગવાઈ વન બંધુ કલ્યાણ યોજના -2 અમલમા મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.

  • સાગરખેડૂના સર્વાગી વિકાસ માટે રૂપિયા 50 હજાર કરોડની સાગર ખેડૂ સર્વાગી કલ્યાણ યોજના-2 જાહેર
  • આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા બે લાખ યુવાનોની ભરતી કરાશે
  • આગામી પાંચ વર્ષમા મેન્યુ ફેકચરીગ ફાર્મા એનર્જી એન્જીનીયરીગ ઈન્ફ્રાસ્ટ્રકચર આઈ.ટી પ્રવાસન હોસ્પિટિલીટી ફૂડ પ્રોસેસીગ બેનકીગ સર્વીસ સેકટર જેવા વાવિધ ક્ષેત્રા 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે

ABOUT THE AUTHOR

...view details