રાજ્યના મોટા શહેરોની આરટીઓ કચેરી ખાતે લોકો પોતંક ડોક્યુમેન્ટની કામગીરી માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે, જેથી ભારે હાલાકી સર્જાઈ રહી છે. કામગીરી હળવી બને અને લોકોના પ્રશ્નનો ઝડપી નિકાલ આવે તેના માટે સરકારે રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ સમસ્યાએ સર્જાઈ કે લાઇસન્સ કે કાચા લાઇસન્સ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધેલી છે, તે લોકોને કેવી રીતે રવિવારે કામગીરી માટે બોલાવવા ? જેથી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે રવિવારના દિવસે માત્ર ઓફ લાઇન કામગીરી કરવી. જેમ કે લાઇસન્સ રીન્યુ કરવું તેના માટે બેકલોકની કામગીરી કરવી આ કામગીરી માટે સરકારે રવિવારના દિવસે પણ કચેરી ચાલુ રાખવા નિર્ણય કરેલો છે અને માત્ર ઓફ લાઇન કામગીરી હશે તે જ કરવામાં આવશે. જેથી કરીને ચાલુ દિવસે લાંબી કતારોમાંથી મુક્તિ મળે અને લોકોના કામ ઝડપથી થઈ શકે છે.
આરટીઓમાં રવિવારે ફક્ત ઓફલાઇન કામ થશે, કામગીરી માટે કલેકટરને આરટીઓમાં મુલાકાત કરવાની સૂચના - આરટીઓમાં રવિવારે ઓફલાઇન કામ થશે
ગાંધીનગરઃ રાજ્ય સરકારે નવા દંડની રકમ જાહેર કરવામાં આવતા આરટીઓને લાગતી કામગીરી જે લોકોને બાકી છે તે લોકો કચેરી ખાતે લાઈનો લગાવી રહ્યા છે. જેને લઈને સરકાર દ્વારા રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવા નિર્ણય કર્યો છે, પરંતુ રવિવારના દિવસે ઓફલાઇન કામગીરી થશે. જ્યારે આરટીઓમાં પડી રહેલા તકલીફને કારણે વાહનવ્યવહાર અધિક સચિવ સુનાયના તોમારે દરેક કલેકટરને આર.ટી.ઓની મુલાકાત લઈને સમસ્યા નિવારણ કરવાની સૂચના આપી છે.
![આરટીઓમાં રવિવારે ફક્ત ઓફલાઇન કામ થશે, કામગીરી માટે કલેકટરને આરટીઓમાં મુલાકાત કરવાની સૂચના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4504592-137-4504592-1569002578168.jpg)
આરટીઓમાં રવિવારે ફક્ત ઓફલાઇન કામ થશે, કામગીરી માટે કલેકટરને આરટીઓમાં મુલાકાત કરવાની સૂચના
આરટીઓ વિભાગના અધિકારીક સૂત્રો ઉમેરી રહ્યા છે કે હાલમાં આ મુજબના આદેશ આપવામાં આવ્યા છે, આવનારા સમયમાં સારથી સોફ્ટવેર સંભાળતા કર્મચારીઓ સાથે બેઠક કરી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે, જેથી રવિવારના દિવસે પણ ઓનલાઈન કામગીરી થઈ શકે, હાલ તો લોકોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તેના માટે સરકારે પગલાં ભર્યા છે.