વાલીઓની રજૂઆત સામે સરકારે નમતું જોખ્યું, ધોરણ 9 અને 11માં પૂરક પરીક્ષાની માંગ સ્વીકારી - Education News
ગાંધીનગરઃ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પુનઃ ચાન્સ આપવામાં આવી રહ્યો છે. વાલીઓ દ્વારા સરકારમાં વારંવાર રજુઆત કરવામાં આવી હતી. સરકારે આ બાબતે વિદ્યાર્થીઓના હીતમાં નમતું જોખીને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યમાં ધોરણ 9 અને 11માં અભ્યાસક્રમ બદલાઈ રહ્યો છે, પરિણામે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ને નવા અભ્યાસક્રમમાં સમસ્યા ઊભી થાય તેને લઈને વાલી મંડળ દ્વારા અનેક વખત પુરા પરીક્ષા લેવાની રજૂઆત કરી હતી. જેને લઇને આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9 અને 11ની એપ્રિલ વર્ષ 19માં લેવાયેલ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને રીટેસ્ટ 10 જુન સુધીમાં આપવાની રહેશે, જ્યારે હારી ટેસ્ટનું પરિણામ 15 જૂન સુધી વિદ્યાર્થીઓને આપી દેવામાં આવશે.