ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Government GSRTC: નેતાઓના કાર્યક્રમો માટે 1 અબજ રૂપિયાની બસ ગુજરાત સરકારે ભાડે લીધી, અડધું ચૂકવવાનું ભાડું બાકી - વીવીઆઈપી મૂવમેન્ટના કાર્યક્રમો

ગુજરાત સરકારે વડાપ્રધાન મોદી સહિત વીવીઆઈપીઓ માટે મોટી સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં બસ ભાડે રાખી હતી. પણ હવે એનું ભાડું ચૂકવવાનું બાકી હોવાની વિગત સામે આવી છે. ગુજરાત સરકાર અત્યાર સુધીમાં અડઘી જ રકમ ચૂકવી શકી છે. આ વાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી પીરિયડમાંથી સામે આવી છે.

Gujarat Government GSRTC: નેતાઓના કાર્યક્રમો માટે 1 અબજ રૂપિયાની બસ ગુજરાત સરકારે ભાડે લીધી, અડધું ચૂકવવાનું ભાડું બાકી
Gujarat Government GSRTC: નેતાઓના કાર્યક્રમો માટે 1 અબજ રૂપિયાની બસ ગુજરાત સરકારે ભાડે લીધી, અડધું ચૂકવવાનું ભાડું બાકી

By

Published : Mar 17, 2023, 3:55 PM IST

Updated : Mar 17, 2023, 6:47 PM IST

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો જાહેર અને મોટા કાર્યક્રમો હોય. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી કાર્યકર્તાઓને-લાભાર્થીઓને સ્થળ પર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારના હસ્તક એવા જીએસઆરટીસી GSRTC ની બસ ભાડે લેવામાં આવે છે. આના પર સરકારે એક અબજ કરતા વધારે રકમ ખર્ચી નાંખી છે. આટલી રકમનો ખર્ચો કરીને સરકારે કુલ 34,614 બસ ભાડે રાખી હતી.

સરકાર દ્વારા સરકારી બસોની સુવિધાઓમાં વધારો પણ કરવામાં આવે છે

ભાડું ચુકવણું બાકી: વિધાનસભામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કરેલા પ્રશ્નોમાં કાર્યક્રમમાં જાહેર જનતાને લઈ જવા એસટી બસના ઉપયોગ પેટે કેટલી રકમ એસટી વિભાગને આપવામાં આવી છે અને હજુ કેટલી રકમ બાકી છે. તેના પ્રતિ ઉત્તરમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષની પરિસ્થિતિમાં કુલ 56,01,22,120 રૂપિયાનું ભાડું ચૂકવી દીધું છે. પરંતુ હજુ પણ 53,81,21,895 રૂપિયા ચૂકવાના બાકી છે.

આ પણ વાંચો Sea Plane Service Ended : સી પ્લેન સેવાનું બાળમરણ થયાંનું સ્વીકારતી સરકાર, 13 કરોડ ખર્ય્યાં પછી આ કારણે થઇ બંધ

કેટલા કિલોમીટર દીઠ ભાડું વસુલવામાં આવે છે ?: કિરીટ પટેલ કરેલા પ્રશ્નોમાં કેટલા કિલોમીટર દીઠ ભાડું ગુજરાત એસટી દ્વારા વસૂલવામાં આવે છે. તેવો પ્રશ્ન પૂછાયો હતો. જેમાં સરકારે જણાવ્યું કે સરકારના વિભાગો, અર્ધ સરકારી, સરકારી-ખાનગી સામાજિક અથવા તો ધાર્મિક સંસ્થા દ્વારા બસના પ્રકાર મુજબ ભાડું વસૂલવામાં આવે છે. જેમાં મીની બસમાં ઓછામાં ઓછા 240 km માં પ્રતિ કિલોમીટર એ 33 રૂપિયા વસૂલવામાં આવે છે. જ્યારે એક્સપ્રેસ બસમાં 39 રૂપિયા પ્રતિ કિલોમીટરએ વસૂલવામાં આવે છે. જ્યારે નોન એસી સ્લીપરમાં 41 રૂપિયા પ્રતિ કિલોમીટર એસીસીટરમાં 400 કિલોમીટરના 69 રૂપિયા પ્રતિ કિલો મીટર અને વોલ્વો સીટરમાં 500 કિલોમીટરના 94 રૂપિયા પ્રતિ કિલો મીટરનો ભાવ વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો Malnourished Children in Gujarat : ગુજરાતમાં સવા લાખથી વધુ બાળકો કુપોષિત, સૌથી વધુ કયા જિલ્લામાં જૂઓ

સમયગાળા મુજબ ભાડું: ગુજરાત એસટી વિભાગ દ્વારા કિલોમીટર બાદ સમયગાળા મુજબ પણ ભાડું વસૂલ કરવામાં આવે છે. જેમાં મીની બસમાં પ્રથમ 12 કલાકના 750 એક્સપ્રેસ બસના 875 રૂપિયા પ્રતિ કલાક, નોંન એસી સીટર બસના 2500 રૂપિયા પ્રતિ કલાક અને વોલ્વો સીટરના 4125 રૂપિયા પ્રતિ કલાકના ભાવ રાખવામાં આવ્યા છે. આ તમામ ભાવ પ્રતિ કલાક પણ 12 કલાક સુધી ના વસુલવામાં આવે છે. જ્યારે 24 કલાકના ભાડાના દરોની વાત કરવામાં આવે તો મીની બસમાં 15,750, એક્સપ્રેસના 18,750, નોન એ.સી. સ્લીપરના 21,060, A.C. સિટરના 55,500 અને વોલ્વો સીટરના 94,500 ચાર્જ GSRTC દ્વારા વસૂલવામાં આવે છે.

બસની સવારી માણતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી

ભાડાં મુદ્દે આ પણ જાણવા જેવું છે:સરકારી મિલકતોના ઉપયોગ સરકારના અન્ય વિભાગો કરે છે તેમ જ ખાનગી સંસ્થાઓ પણ કરતી હોય છે. નમૂનારુપે જણાવીએ કે રાજ્યમાં મહત્વના મોટા કાર્યક્રમો સરકાર દ્વારા કે ખાનગી સંસ્થાઓ દ્વારા મહાત્મા મંદિરમાં પણ આયોજિત થતાં હોય છે તેના ભાડાં પણ સમયસર નથી ચૂકવાતાં. 2022ના વર્ષમાં બજેટ સત્ર દરમિયાન 19 માર્ચે જ જાણકારી અપાઇ હતી કે મહાત્મા મંદિરે ખાનગી કાર્યક્રમો સાત અને સરકારી કાર્યક્રમો 23 થયા હતાં જેના ભાડાં ચુકવણાં પેટે ભાડા પેટે કુલ 102,071,101 રૂપિયા બાકી હતાં. સરકારે એવી પણ માહિતી આપી હતી કે રૂપિયા 50 હજાર રૂપિયાની રકમ ભારત સરકારના જાહેર ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી પણ વસૂલવાના બાકી હતાં. એટલે કે કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા પણ મહાત્મા મંદિરમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ભાડાં ચુકવણાંમાં અખાડા કરે છે.

ખાનગી સંસ્થાઓ પાસેથી ભાડું લેવામાં પણ ઉદાસીનતા: આ સમયે એ માહિતી પણ મળી હતી કે વર્ષ 2014 અને 2015માં મહાત્મા મંદિરમાં થયેલા કાર્યક્રમ દરમિયાન સહકારી સંસ્થાઓ પાસેથી કુલ 93,48,717 અને બિન સરકારી સંસ્થાઓ પાસેથી લેવાની 28,47,133ની વસૂલાત બાકી હતી. સરકારી અને બિનસરકારી સંસ્થાઓ વર્ષોથી ચૂકવતી ન હોવા છતાં પત્ર વ્યવહાર અને રૂબરૂ મુલાકાત લઈને તંત્ર સંતોષ માની લેતો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

Last Updated : Mar 17, 2023, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details