ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Govt Online Services : ગુજરાતમાં જમીન મકાનની પ્રિવેલ્યુએશનની કામગીરી આ તારીખથી ઑનલાઈન થશે - iRCMS પોર્ટલ

ગુજરાતમાં જમીન મકાનની બજાર કિંમત નક્કી કરવા માટે થતી પ્રીવેલ્યુશનની કામગીરી ઑનલાઇન થશે. જેનો રાજ્યભરમાં 15 માર્ચથી અમલ શરૂ કરાશે.

Gujarat Govt Online Services : ગુજરાતમાં જમીન મકાનની પ્રિવેલ્યુએશનની કામગીરી આ તારીખથી ઑનલાઈન થશે
Gujarat Govt Online Services : ગુજરાતમાં જમીન મકાનની પ્રિવેલ્યુએશનની કામગીરી આ તારીખથી ઑનલાઈન થશે

By

Published : Mar 14, 2023, 9:32 PM IST

ગાંધીનગર : હાલમાં જાહેર જનતા દ્વારા દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યૂટીનો અભિપ્રાય મેળવવા માટે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની જોગવાઈઓ મુજબ કલમ 31 હેઠળની અરજી નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રની કચેરીઓને મેન્યુઅલી કરવામાં આવે છે. પણ હવે ગુજરાત સરકાર દ્વારા આ સુવિધા ઑનલાઈન કરાશે.

iRCMS પોર્ટલ પર ઑનલાઈન એપ્લિકેશન તૈયાર : દસ્તાવેજ કરનારે કે જાહેર જનતાએ સ્ટેમ્પ ડ્યૂટી કચેરીએ વારંવાર આવવાની જરૂરિયાત રહે નહી, તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા iRCMS પોર્ટલ પર ઑનલાઈન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે સંદર્ભે 4 માર્ચ, 2023ના રોડથી મોડ્યુલ લાઈવ કરવામાં આવ્યું હતું. અને હવે 15 એપ્રિલથી કચેરીમાં કલમ 31 હેઠળ રજૂ કરવામાં આવતા લેખ પર કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ કરવાપાત્ર થાય છે તે અંગે મેન્યુઅલી અરજી કરવાની રહેશે નહી. તમામ અરજદારોએ ઑનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. તેમ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ એન્ડ નોંધણી સર નિરીક્ષકની કચેરી જણાવે છે.

આ પણ વાંચો Gujarat Government: જંત્રીના નવા દર હાલમાં લાગુ નહીં થાય, પ્રજાહિતમાં સરકારે સમયમર્યાદા વધારી

ircms.gujarat.gov.in પર E-Filling માં લોગીન કરવું : ઑનલાઈન અરજી કરનારે iRCMS પોર્ટલ પર ircms.gujarat.gov.in પર E-Filling માં જઈને લોગીન આઈડી ક્રિએટ કરવું પડશે. ઑનલાઈન અરજી કરનારે નીચે જણાવેલ કાર્યવાહી હાથ ધરવી પડશે. ગુજરાતમાં જમીન મકાનની બજાર કિંમત નક્કી કરવા માટે થતી પ્રીવેલ્યુશનની ઓનલાઇન કામગીરીનો રાજ્યભરમાં 15 માર્ચથી અમલ શરૂ કરાશે.

રાજ્યભરમાં 15 માર્ચથી અમલ શરૂ

ઑનલાઈન અરજીની કાર્યવાહી : નોંધણી માટે (1) અરજદારની અરજી મળ્યાની તારીખથી બે દિવસમાં તેમની અરજીનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો રહેશે. જો અરજીનો અસ્વીકાર કરવામાં આવે તો તે અંગેના સ્પષ્ટ કારણો દર્શાવવાના રહેશે. તેમજ અરજી મળ્યેથી ન્યાય નિર્ણય ફીના ચલણ બનાવી આપવાના રહેશે, જે અરજદારે મેન્યુઅલી કચેરીમાં રજૂ કરવાના રહેશે. અથવા અરજદારે અગાઉથી ચલણ ભરપાઈ કરી ઑનલાઈન અરજી સાથે રજૂ કરવાના રહેશે. (2) અરજદારની અરજી પરત્વે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી કરી કલમ 31 હેઠળ અભિપ્રાય આપવા અંગેની કાર્યવાહી ઑનલાઈન હાથ ધરવાની રહેશે. (3) અરજદારની અરજી અન્વયે ઉપર જણાવેલ તમામ કાર્યવાહી દિવસ 10માં અરજીનો નિકાસ કરવાનો રહેશે.

આ પણ વાંચો NAREDCO : જંત્રીના ભાવને લઈને નર્ડેકોની સરકાર પાસે માંગ, જંત્રી અંગે સર્વે કરીને અમલવારી કરો

15 એપ્રિલથી જંત્રી બમણી થશે : ગુજરાત સરકારે જમીન અને મકાનના દસ્તાવેજોમાં જંત્રી બમણી કરી છે. જો કે તેનો અમલ 15 એપ્રિલ, 2023થી થશે. ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી જંત્રી ડબલ કરી નાંખી હતી. પણ બિલ્ડર લોબી અને જમીન-મકાન ખરીદનાર વર્ગે ભારે વિરોધ નોંધાવ્યો હતો. અને સરકાર સાથે વાટાઘાટો પછી સરકારને અંતે ઝુકવું પડ્યું હતું. પછી તેનો અમલ 15 એપ્રિલ સુધી લઈ જવાયો હતો. જંત્રી બમણી થતાં બજાર કિંમત વધી જશે અને તેને કારણે ગ્રાહકોએ સ્ટેમ્પ ડયૂટી વધુ ભરવી પડશે.

ABOUT THE AUTHOR

...view details