ગાંધીનગર: ગુજરાત સરકારે પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરી છે. સરકારે પરિપત્ર જાહેર કરીને આ યોજના બંધ કરવાની જાહેરાત કરી છે. નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને વિદ્યાર્થી દીઠ રૂ. 7500 આપવાની પ્રોત્સાહક આર્થિક સહાય યોજના 23મી જાન્યુઆરી 2014ના રોજ અમલી કરી હતી. જો કે આ યોજનામાં કમિશ્નર લેવલથી તપાસ કરાવતા અનિયમીતતા સામે આવી હતી. વર્ષ 2020માં આ યોજના બંધ કરવાનો અભિપ્રાય રાજ્ય સરકારને અપાયો હતો. જો કે રાજ્ય સરકારે આ અભિપ્રાયના 3 વર્ષ બાદ આ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે.
Gandhinagar News: રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની 'પ્રોત્સાહક આર્થિક સહાય' યોજના બંધ કરી - 2023માં સરકારે યોજના બંધ કરી
ગુજરાત સરકારે 2014માં શરૂ કરેલ પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ યોજના બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Oct 23, 2023, 7:32 PM IST
યોજનામાં પરિવર્તનઃ 13 નવેમ્બર 2019ના રોજ આ યોજનામાં વહીવટી સરળતા ખાતર નિયત કરેલા ધોરણોમાં સુધારો કરી નવા ધોરણો સાથે યોજના ફરીથી અમલી કરવામાં આવી હતી. આ પ્રોત્સાહક આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી શાળામાં કમિશ્નર તરફથી તપાસ કરવવામાં આવતા અનિયમિતતાઓ સામે આવી હતી. આ અનિયમિતતાઓને ધ્યાને લઈને આ યોજના બંધ કરવાનો અભિપ્રાય વિભાગને 9 જૂન 2020ના રોજ આપવામાં આવ્યો હતો. જો કે આ અભિપ્રાયના 3 વર્ષ બાદ એટલે કે 2023માં રાજ્ય સરકારે વિદ્યાર્થી પ્રોત્સાહક આર્થિક યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
યોજના બંધ કરવાથી થતી અસરઃ રાજ્ય સરકારે આ યોજના બંધ કરવામાં આવે છે તેવો પરિપત્ર જાહેર કર્યો છે. જો કે આ યોજના બંધ થવાથી શાળાને આર્થિક નુકસાન જશે. શાળાના આર્થિક નુકસાન ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ હાનિકારક અસર પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.