Gujarat Govt MoU: ગુજરાત સરકારે ગૂગલ સાથે MOU કર્યા, ITના ઉપયોગથી પરિવર્તનની સરકારને આશા ગાંધીનગર:ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MoU પર સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથી કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી સમજૂતી કરાર (એમઓયુ)ની ફાઈલની પરસ્પર આપ-લે કરી હતી. આગામી દિવસોમાં ગુજરાતમાંથી પણ ઈન્ટરનેટ અને આઈક્ષેત્રે મોટા પ્રોજેક્ટ જોવા મળશે.
નિર્માણ સ્કીંલિંગને વેગ:દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓને આવી તાલીમ પૂરી પાડવામાં આવશે. એટલું જ નહીં ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લીટરસી વધારવા સાથે બાળકો વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણ સ્કીલિંગને વધુ વેગ મળે તે માટેના તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે.
યુવાઓને લાભ:આ એમઓયુ અન્વયે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને ગૂગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઈન્ટરનેટ ઉપયોગ સહિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક, આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સુદ્રઢ આઈસીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને આઈટી અને આઈટીઈએસ પૉલિસી 2022-27 તૈયાર કરી છે. તેમ જ આ પોલિસીએ આઈટી ઉદ્યોગના સમગ્ર લેન્ડસ્કેપમાં આકર્ષણ ઊભું કર્યું છે. તેની વિસ્તૃત વિગતો આ પ્રસંગે આપી હતી.
આ પણ વાંચો Gandhinagar Cricket Match : ધારાસભ્યોનો ક્રિકેટ મેચ, CM એ બેટિંગ કરી મહિલાઓને જવાબદારી સોંપી
સાયન્સ સિટીના વખાણ:આ એમ.ઓ.યુ.ને મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના ધ્યેય સાથે હવે આઈટી સેક્ટરને વધુ સક્ષમ બનાવવાની દિશામાં આ સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ. સંપન્ન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ગુગલના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ ગુજરાતે આઈ.ટી. ક્ષેત્રે કરેલા સર્વગ્રાહી વિકાસ અને ખાસ કરીને સાયન્સ સિટીની ગતિવિધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત યુવા ઉદ્યોગસાહસિકો માટે કેન્દ્રબિંદુ છે, ગુજરાત સાથેની આ સહભાગીતાથી ગુગલ કંપની વિશ્વ સર કરવા ઉત્સુક છે.
આઈટી નેટવર્કનો લાભ:સંજય ગુપ્તાએ બાળકો અને મહિલાઓને ઉજ્જવળ ભવિષ્યના પાયા ગણાવતાં એમ પણ કહ્યું કે, ગુજરાતમાં છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલા આઈટી નેટવર્કનો બહોળો લાભ આ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને નવી દિશા અને નવું બળ આપશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી થયેલા આ સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ. વેળાએ મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો Gandhinagar News : કેસુડાના ફૂલથી વિધાનસભા પ્રાંગણમાં રમાશે હોળી, મુખ્યપ્રધાન સહિત નેતાઓ રહેશે હાજર
શ્રેષ્ઠ ગુજરાતની ધરતી:મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરતી પર પણ હોય એવા નિર્ધાર સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની નેમ રાખી છે. તે રાજ્ય સરકારે વિવિધ નીતિગત પહેલથી સાકાર કરી છે. તેમણે ગુજરાત સાથે ગુગલનું નામ જોડાય અને દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવે તે માટે ગુગલને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તેમણે ખાતરી આપી હતી. ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગે ગુગલ સાથે આ અગાઉ કરેલા એમ.ઓ.યુ. અન્વયે ત્રણ પહેલ બી ઈન્ટરનેટ અવેસમ, વીમેન વીલ અને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રોમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમોનો 10 હજારથી વધુ મહિલાઓ, શાળાના બાળકો, યુવા ડેવલપર્સે લાભ મેળવ્યો છે.