ગુજરાત

gujarat

ETV Bharat / state

Jantari Hike : જંત્રીના ભાવ બાબતે સરકાર મક્કમ, બિલ્ડરે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાના રહેશે - બિલ્ડર એસોસિએશનની સીએમ સાથે બેઠક

ગુજરાતમાં જંત્રી દર વધારો થયો છે. તેની સાથે અસહમતિ દર્શાવતાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી રાહત આપવા માગણી કરી હતી. જોકે જંત્રીના ભાવ બાબતે સરકાર મક્કમ છે. ગુજરાત સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે બિલ્ડરે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાના રહેશે.

Jantari Hike : જંત્રીના ભાવ બાબતે સરકાર મક્કમ, બિલ્ડરે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાના રહેશે
Jantari Hike : જંત્રીના ભાવ બાબતે સરકાર મક્કમ, બિલ્ડરે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાના રહેશે

By

Published : Feb 7, 2023, 8:13 PM IST

દસ્તાવેજ નવી જંત્રી પ્રમાણે કરવાના રહેશે એ સ્પષ્ટ છે

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ જંત્રીના ભાવમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ ચો.મી જંત્રી 100ના સ્થાને 200 રૃપિયા કરવામાં આવ્યો છે. જેના વિરોધ વિવિધ બિલ્ડર એસોસિએશન કરી રહ્યા છે. સરકાર દ્વારા અચાનક જંત્રીમાં વધારો કરવાથી રાજ્યના બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે કેબીનેટ બેઠક બાદ અમદાવાદ બિલ્ડર એસોસિએશનના પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી જંત્રી બાબતે રજૂઆત કરી હતી. જેને લઇને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી.

જે જંત્રી છે એજ અમલી રહેશે :રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચાર ફેબ્રુઆરીના રોજ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે તે પહેલાંના તમામ દસ્તાવેજો જૂની તારીખ પ્રમાણે હશે તો જૂની જંત્રી પ્રમાણે ચાર્જ વસૂલવામાં આવશે. પરંતુ ચાર ફેબ્રુઆરી બાદ એટલે કે પાંચ ફેબ્રુઆરી પછી જે પણ દસ્તાવેજ થશે તે નવા જંત્રીના ભાવ પ્રમાણે ચાર્જ લેવાશે. જ્યારે મુખ્યપ્રધાનને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતાં અને સમયાંતરે નિર્ણય લેવામાં આવશે. પરંતુ હાલના તબક્કે જે નોટિફિકેશન છે તે પ્રમાણેનો જ નિર્ણય કરવામાં આવશે.

આ પણ વાંચો Jantri Rate: જંત્રીમાં રાતોરાત ભાવવધારો બિલ્ડર્સની નહીં ગ્રાહકોની કમર તોડશે, બિલ્ડર એસોસિએશને CMને કરી રજૂઆત

મકાનના ભાવ ડબલ થયા :નવા જંત્રી ભાવ 3 મહિના બાદ લાગુ કરવાની માગ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને 1 મે 2023થી નવા ભાવ વધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે જે લોકોએ જૂની જંત્રી પ્રમાણે મકાન બુક કરાવ્યા છે અથવા ખરીધ્યા છે. તેમના દસ્તાવેજની રકમમાં મોટો તફાવત આવે છે. આ અંગે અમદાવાદ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હરેશ વસાણી જણાવ્યુ હતુ કે, જંત્રીના ભાવ વધારો થયો જેના કારણે જૂના બુક થઇ ગયેલા મકાનોના દસ્તાવેજની રકમ વધી જાય છે.

આ રીતે થશે અસર : જેમ કે બિલ્ડર 25 લાખનો ફ્લેટ 35 લાખમાં વેચાતા હોય છે. પરંતુ હવે જત્રી પ્રતિ ચો. મી 100 ના બદલે 200 રૃપિયા થઇ તો 25 લાખનો દસ્તાવેજને સ્થાને 50 લાખનો દસ્તાવેજ કરવો પડે જેથી ખરીદનાર અને વેચનારને 10 થી 15 લાખ રૃપિયાનું નુકસાન થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. આથી સરકાર દ્વારા 3 મહિનાનો સમય વધારવામાં આવે તો જે લોકોએ અગાઉથી જ બુક કરાવ્યા છે. તેઓ રજિસ્ટર બાનાખત કરાવી દે જેથી જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ થઇ શકે.

આ પણ વાંચો Vadodara Jantri Prices : વડોદરામાં નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસ

4 ફેબ્રુઆરી બાદ નવા જંત્રી પ્રમાણે મકાનના દસ્તાવેજ થશે : આ અંગે સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે,નવા જંત્રીની જાહેરાત સુધીમાં જે લોકએ દસ્તાવેજ માટે સ્ટેમ્પ ખરીદ્યા છે તેમને જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરી શકશે. 4 ફેબ્રુઆરી બાદ જે લોકોએ દસ્તાવેજ માટેની જરૃરી સ્ટેમ્પ પેપર ખરીધ્યા તેમને નવા જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાનો રહેશે. જો કે, આ અમલવારી સરકાર જ્યા સુધી નવો નિર્ણય ન લે ત્યાં સુધી અમલમાં રહેશે. વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાનને નવી જંત્રી પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર તેમની રજૂઆતના મુદ્દાઓ પર વિચારણા કરી રહી છે. કોઇને નુકશાન ન પહોચે તે પ્રકારનો નિર્ણય આગામી સમયમાં કરવામાં આવશે.

અમદાવાદ બિલ્ડર એસોસિએશનની વિવિધ માંગણી :બિલ્ડર એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ જે માગણીઓ કરવામાં આવી છે તેમાં મુખ્યત્વે નવા જંત્રીભાવ આગામી 1 મે 2023 બાદ લાગુ કરવામાં આવે તેવી છે. સાથે તેઓનું જણાવવું એવું છે કે જે લોકોને મકાનો બુક થયા છે તેમને દસ્તાવેજ માટે 3 મહિનાનો સમય આપવો જોઇએ અથવા રજીસ્ટર બાનાખત માટે પૂરતો સમય આપવો જોઇએ. જમીન અને બાંધકામની જંત્રી ભાવ અલગ અલગ હોવો જોઇએ અને જમીનમાં હાલની જંત્રી કરતાં 50 ટકા વધારો કરવો જોઇએ.

અલગ અલગ જમીનની જંત્રીની બાબતો : અલગ અલગ હેતુની જમીન માટે પણ જંત્રી અંગે માગણી થઇ છે. તેમાં બાંધકામની જંત્રીમાં હાલ કરતાં 20 ટકા વધારો હોવો જોઇએ તેવી માગણી છે. બિનખેતી પ્રિમિયમ 40 ટકાના સ્થાને 20 ટકા કરવું જોઇએ, ખેતીલાયક જમીનનું પ્રિમિયમ નાબુદ કરવામાં આવે, પેઇડ એફએસઆઇ 40 ટકાના સ્થાને 20 ટકા હોવું જોઇએ. ટોલ બિલ્ડિંગ એફએસઆઇ 50 ટકાના સ્થાને 25 ટકા કરવામાં આવે. એફોર્ડેેબલ હાઉસિંગમાં સ્ટેમ્પ ડ્યુટી 1 ટકા કરવી જોઇએ. અન્ય મકાનમાં સ્ટેમ્પ ડ્યુટી 2.5 ટકા કરવામાં આવે અનેાં બાંધકામની કેપિંગ લિમિટ 65 લાખ કરવાની માગણી પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details