ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Govt Decision : પ્રેમપરા વિસ્તારને અભયારણ્ય જાહેર કરાશે, જૂનાગઢ કલેકટરના અહેવાલ બાદ સત્તાવાર જાહેરાત - રેડીયો કોલરથી નવા વિસ્તાર આઇડેન્ટિફાઈ

અભયારણ્ય અંગે સરકારનો મોટો નિર્ણય (Gujarat Govt Decision )સામે આવ્યો છે. જેમાં જૂનાગઢ વિસાવદરની આસપાસના પ્રેમપરા વિસ્તારને અભયારણ્ય જાહેર (Sanctuary to Prempara Area of Junagadh )કરાશે. જોકે સરકાર જૂનાગઢ કલેકટરના અહેવાલ (Junagadh Collector Report )બાદ સત્તાવાર જાહેરાત કરશે.

Gujarat Govt Decision : પ્રેમપરા વિસ્તારને અભયારણ્ય જાહેર કરાશે, જૂનાગઢ કલેકટરના અહેવાલ બાદ સત્તાવાર જાહેરાત
Gujarat Govt Decision : પ્રેમપરા વિસ્તારને અભયારણ્ય જાહેર કરાશે, જૂનાગઢ કલેકટરના અહેવાલ બાદ સત્તાવાર જાહેરાત

By

Published : Feb 6, 2023, 8:33 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યની આગવી શાન એવા ગીર જંગલમાં એશિયાટિક સિંહોનો દબદબો છે. જ્યાં દેશ વિદેશથી લોકો સિંહ દર્શન માટે જૂનાગઢ નેશનલ પાર્કમાં મુલાકાતે આવી રહ્યા છે. જ્યારે ગીરના સિંહ જંગલ ઉપરાત આસપાસના વિસ્તારમાં પણ જોવા મળે છે. તેમાં વિસાવદર આસપાસ આવેલ પ્રેમપરા વિસ્તારની આસપાસ ઘણા વર્ષોથી સિંહોનું આવાગમન જોવા મળ્યું છે. ત્યારે પ્રેમપરા વિસ્તારને અભયારણ્ય જાહેર કરાશે. રાજ્ય સરકાર વિસાવદર પાસે આવેલ પ્રેમપરાના અમુક વિસ્તારને સેન્ચ્યુરી જાહેર કરવામાં આવનાર છે. ગુજરાતમાં સિંહોનો વસવાટ છે વિશ્વસ્તરે નામના ધરાવતી બાબત છે.

રેડીયો કોલરથી નવા વિસ્તાર આઇડેન્ટિફાઈ કરાયા : રાજ્યના વન વિભાગમાંથી સત્તાવાર મળતી માહિતી પ્રમાણે વન વિભાગ દ્વારા સિંહોમાં રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. જે રેડિયો કોલરની મદદથી સિંહો ક્યાં અને કેટલા વિસ્તારમાં ફરે છે તે જાણવા મળે છે. જેથી સિંહો પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે તે સરકારના ધ્યાનમાં આવતા હવે વિસાવદરના પ્રેમપરા વિસ્તારને આરક્ષિત કરવાનું સરકારે આયોજન કર્યું છે. જેમાં રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રથમ બેઠક યોજીને જૂનાગઢ કલેકટરને આ બાબતે વધુ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ કલેકટરના અહેવાલ બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે.

આ પણ વાંચો Junagadh Sasan Forest: સાસણ ગીરમાં પણ હવે જોવા મળશે શોલે, જય-વીરૂની થઈ ચૂકી છે એન્ટ્રી

અભયારણ્ય જાહેર કરવા માટે મળેલ બદલાની જમીનની રૂપરેખા : વર્ષ 1998માં મોજે હરિપર તાલુકાના વિસાવદરના અનામત જંગલ સર્વે નંબર 41 પૈકી 56.96 હેક્ટર જમીનમાંથી મધરડી સિંચાઈ યોજનામાં 26.3601 હેક્ટર જમીન ડૂબમાં જનાર હોવાથી આ વિસ્તારની સિંચાઈ વિભાગ દ્વારા વન સંરક્ષણ ધારા 1980 હેઠળની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. જ્યારે આ દરખાસ્ત અને ભારત સરકારના પર્યાવરણ અને મંત્રાલયના 24 11 1998 થી સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી હતી. જે અનુસંધાને વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા 22 જાન્યુઆરી 1999 થી આખરી મંજૂરી મળેલી. જેમાં જમીન બાબતે મુખ્ય બે શરતો રાખવામાં આવી હતી. આમ શરત નંબર 2 મુજબ ડૂબમાં જતી જંગલ જમીનની સામે બિનજંગલ જમીન મેળવી તેમાં વળતર વનીકરણ કરવાનું રહેશે. સાથે શરત નંબર 4 મુજબ મેળવેલ બિનજંગલ જમીનને પ્રોટેટેકટેડ ફોરેસ્ટ/રીઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવાની રહેશે.

પ્રેમપરા વિસ્તારની આસપાસ ઘણા વર્ષોથી સિંહોનું આવાગમન જોવા મળ્યું છે.

વર્ષ 1998થી વન વિભાગની જમીન : પ્રેમપરાના સૂચિત વિસ્તારનો કબજો વર્ષ 1998થી ગુજરાત રાજ્યના વન વિભાગ પાસે છે. તેમ જ આ વિસ્તારમાં કોઈપણના ખેતર તથા ખેતરે આવવા જવાના રસ્તા પણ આવેલ નથી. તેમ જ કોઈ પણ ગામ લોકોના પ્રશ્નો આજ દિન સુધી રજૂ ન થયા હોવાની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આમ સૂચિત વિસ્તારની હદને લાગુ આવેલ છે તેમજ આ વિસ્તારમાંથી ગામ તળ જેવા કે રામપરા 2.70 કિલોમીટર, જાવલડી 1.50 કિલોમીટર અને રામપરા 5.20 કિલોમીટર દૂર છે.

આ પણ વાંચો Asiatic lion reappears in Barda wildlife sanctuary : એશિયાટીક સિંહ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયો

શા માટે આરક્ષિત વિસ્તાર જાહેર થશે : વન વિભાગની અને રાજ્યના મુખ્યપ્રધાન પટેલની આ બાબતે બેઠક પણ યોજાઈ છે. જે બેઠકમાં વાત કરવામાં આવે તો સૂચિત વિસ્તારમાં વૃક્ષની ઘનતા અંદાજિત 35 ટકા જેવી છે જ્યારે સૂચિત વિસ્તારમાં વન્ય પ્રાણીઓ તેમજ એશિયાટિક સિહોની અવરજવર તેમ જ વસવાટ પણ સારા પ્રમાણમાં જોવા મળ્યો છે. તેથી જ રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને આરક્ષિત વિસ્તાર જાહેર કરવાની બેઠકો પૂરજોશમાં ચાલી રહી છે. આમ જૂનાગઢ કલેક્ટરના અહેવાલ બાદ રાજ્ય સરકાર વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની પેટા કલમ 26 હેઠળ અભયારણ્ય જાહેર કરતું આખરી જાહેરનામું રજૂ કરશે.

ABOUT THE AUTHOR

...view details