ગુજરાત

gujarat

ETV Bharat / state

મજબૂર સરકાર..! નવા મોટર વ્હીકલ એક્ટને 'લાલ સિગ્નલ', અમલીકરણ 1 મહિનો મુલતવી - વાહનવ્યવહાર પ્રધાન

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મોટર વ્હીકલ એક્ટના નિયમની અમલવારીની તારીખ 1 મહિનો લંબાવી છે. રાજ્યના વાહનવ્યવહાર પ્રધાને પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી.

MOTOR VEHICLE ACT

By

Published : Sep 19, 2019, 5:48 AM IST

Updated : Sep 19, 2019, 9:56 AM IST

વાહનવ્યવહાર પ્રધાન આર.સી. ફળદુએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે મુખ્યપ્રધાના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ટૂંકી મુદતમાં હેલ્મેટ દુકાનોમાં કેવી રીતે ઉપલબ્ધ બનશે તેની ચર્ચા બાદ હેલ્મેટ અંગે નવા નિયમની અમલવારીમાં 15મી ઓક્ટોબર સુધી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકો કામધંધા છોડીને PUCને માટે લાંબી લાઈનોમાં લાગે છે તે સત્યનો સ્વીકાર કરીને તેમાં પણ આ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં PUCના 900 સેન્ટરો ખુલે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવેથી રાજ્યના તમામ ટુ-વ્હીલર ડિલરોએ વાહન વેચવાની સાથે સાથે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર ફરજિયાત હેલ્મેટ આપવાનું રહેશે. આ માટે તેઓ કોઈ પણ ચાર્જ નહીં લઈ શકે. આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે. આ હેલ્મેટ ISI ગુણવત્તાવાળું હશે.

વાહનવ્યવહાર મંત્રીની જાહેરાત પ્રમાણે ટ્રાફિકના નવા નિયમોના અમલની મર્યાદા જ વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમો તોડશે તો ટ્રાફિકના જૂના નિયમો પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે.

Last Updated : Sep 19, 2019, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details