ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકાર ગાંધી જયંતી પર 150 કેદીઓને મુક્ત કરશે - Gandhiji 150 Birth Anniversary

ગાંધીનગર: ગુજરાત સરકાર બુધવારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતી પર માનવતાના આધારે વૃદ્ધો સહિત 150 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. એક સરકારી પ્રકાશનમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે, 2 ઓક્ટોબરે રાજ્યમાંથી માફી પાત્ર 158 કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

vijay

By

Published : Oct 2, 2019, 10:18 AM IST

Updated : Oct 2, 2019, 12:19 PM IST

પ્રકાશનમાં ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ગાંધી જયંતી પર બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા સૂચનોથી ઓ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે બે તબક્કામાં 229 કેદીઓને મુક્ત કર્યા હતા.

ગાંધી@150 જન્મ જયંતી

રાજ્યના ગૃહપ્રધાન જાડેજાએ કહ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહમતિથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ત્રીજા તબક્કામાં 158 કેદીઓની એક બેંચને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. કુલ મુક્ત થનાર કેદીઓની સંખ્યા 387 થઇ જશે.

પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે, કેદીઓમાં 55 વર્ષની મહિલા અને 60 વર્ષથી વધુ ઉંમરના પાંચ પુરુષ કેદીઓ છે. રાજ્ય સરકારના ગૃહપ્રધાન જાડેજાએ જે 387 કેદીઓને માફી આપવામાં આવી છે. તેની વિગતો આપતાં કહ્યું કે, 55 વર્ષ કે, તેથી વધુ ઉંમર અને ખરેખર થયેલ જેલ સજાના 50 ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવી 1 મહિલા કેદી, 60 વર્ષ કે, તેથી વધુ વય ધરાવતા અને જેલ સજાના 50 ટકા સજા પૂર્ણ કરી હોય તેવા 5 પુરૂષ કેદીઓ અને એવા 381 કેદીઓ કે, જેમણે ખરેખર જાહેર થયેલી સજાના 66 ટકા એટલે કે, બે તૃંતીયાશ સમયગાળો જેલવાસ ભોગવ્યો હોય તેવા કેદીઓને માફી આપવામાં આવી છે.

Last Updated : Oct 2, 2019, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details