ગુજરાત

gujarat

ETV Bharat / state

કૌટુંબિક વિવાદ ટાળવા સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ રીતે કરશે કામ - Family fast sajawat nu sarnamu yojana

આજમાં સમયમાં કૌટુંબિક વિવાદોના કેસ સામે આવતા જોવા મળી આવે છે. ગુજરાત સરકાર દ્વારા ફેમિલી ફર્સ્ટ સમજાવટ સરનામું યોજના (Family First Explanation Address Scheme)અમલમાં મૂકી છે. જેમાં જિલ્લા, તાલુકા કક્ષાએ સંગઠન બનાવવામાં આવશે. જેમાં કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતા બધા જ મુદ્દાઓની તપાસ બાદ નિર્ણય કરવામાં આવશે.

કૌટુંબિક વિવાદ ટાળવા સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ રીતે કરશે કામ
કૌટુંબિક વિવાદ ટાળવા સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ રીતે કરશે કામ

By

Published : Aug 4, 2022, 5:54 PM IST

ગાંધીનગર: આપણા દેશમાં વાસુદેવ કુટુંબકમ ભાવના જોડાયેલી છે. આજના સમયમાં કુટુંબ ચાલતા નાના ઝઘડા અદાલત સુધી(Family dispute law) પહોંચી જતા હોય છે. જેને પગલે ગુજરાત સરકારે ફેમિલી ફર્સ્ટ સમજાવટનું સરનામું યોજના (Family First Explanation Address Scheme)અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતા બધા જ મુદ્દાઓની તપાસ બાદ નિર્ણય કરવામાં આવશે.

ફેમિલી ફર્સ્ટ સમજાવટનું સરનામું યોજના

મામલદારની અધ્યક્ષતામાં સાત સભ્યોની નિમણૂક -ગુજરાત રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ વાર આવી યોજના અમલમાં મુકવામાં આવી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ પારિવારિક સંબંધો સુદ્રઢ બને અને કૌટુંબિક વિવાદો ટાળવાનો છે. જેના અંતર્ગત ફેમિલી ફર્સ્ટ સમજાવટનું સરનામું યોજના અમલમાં(Family fast sajawat nu sarnamu yojana)મૂકી છે. આ યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર કે એડીન્સિયલ કલેકટર, તાલુકા કક્ષાએ મામલદારની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે.

આ પણ વાંચોઃહવે સ્ટેમ્પ ડ્યૂટીમાં મળશે રાહત, સરકારે મહેસૂલી નિયમોમાં કર્યા અનેક ફેરફાર

કોનો કોનો સમાવેશ થઈ શકશે -આ સમિતિમાં જિલ્લા કક્ષા કે તાલુકા કક્ષાએ રચના કરવામાં આવશે જેમાં જિલ્લા કક્ષાએ કલેકટર અને તાલુકા કક્ષાએ મામલતદાર અધ્યક્ષ સ્થાને રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ પ્રતિષ્ઠિત આગેવાન, સ્થાનિક કક્ષાએ ચૂંટાયેલા પ્રતિનિધિ, કાયદાને જાણનાર ઓછામાં ઓછા બે વ્યક્તિ જ્યારે એક મહિલાની ફરજિયાત નિમણૂક કરવાની રહેશે.

સમિતિ સભ્યોને માનદ વેતન આપવામાં આવશે -જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમિતિની રચના કરવામાં આવશે. આ સિમિતિમાં બિનસરકારી સભ્યોને પ્રતિદિન 1500 રૂપિયા વધુમાં વધુ 8000 માનદ વેતન આપવામાં આવશે. તે એક મહિનામાં વધઆ વધુ 4 વખત સમિતિ મળશે. જો વધુ વખત સમિતિ મળશે તો વેતન મળશે નહીં. ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈપણ પ્રકારનું વેતન મળશે નહીં.

આ પણ વાંચોઃNFSU in Gandhinagar: કૌટુંબિક વિખવાદ કેસમાં બાળકોના અધિકારોનું ધ્યાન રાખવું એ સમયની માંગ

જરૂર જણાય તો પોલીસની મદદ લઇ શકાશે -સમિતિની બેઠકનું કોરમ ત્રણ હાજર સભ્યોથી બનશે. સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય અન્ય સભ્યો પાસે અનુમોદીત કરાવવો જરૂરી રહેશે. સમિતિ સમક્ષ પક્ષકારે કરેલ રજુઆત ખાનગી રાખવાની રહેશે. આ કાર્યવાહીનો કોઇ ન્યાયિક કે અર્ધન્યાયિક કાર્યવાહીમાં પુરાવા કે અન્ય કોઇ રીતે ઉપયોગ થઇ શકશે નહી. સાથે જ કેસના આખરી નિકાલ અંગેની માહિતી માસીક રિપોર્ટમાં કાયદા વિભાગને મોકલવામાં આવશે. આ સમિતિમાં જરૂર જણાય તો પોલીસની મદદ લઇ શકાશે.

ABOUT THE AUTHOR

...view details