ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઇન્ડિયા 2022ની શરૂઆત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનો ઉદ્ઘાટન કર્યું હતું. સમાપનના દિવસે રાજ્યના વિજ્ઞાન અને ઉદ્યોગિક વિભાગના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ રાજ્યમાં ત્રણ નવી આઈટી પહેલનો શુભારંભ કરાવ્યો છે. જેમાં Gujarat Mygovનામનું પોર્ટલ આઈટી પોલીસી ઈમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન અને આઇટી પોલીસી ઈન્સેટીવ મેનેજમેન્ટ પોર્ટલનો (IT Policy Incentive Management Portal)લોકાર્પણ કર્યું હતું. જ્યારે આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકાર ટેકનોલોજીકલ માળખાનું નિર્માણ કરશે તેવી પણ મહત્વની જાહેરાત કરી હતી.
ગુજરાત સરકારના વિભાગોથી શરૂ થઈ આઇટીની પહેલ -રાજ્યના વૈજ્ઞાનિકોને ઔદ્યોગિક (IT sector in India)વિભાગના કેબિને પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 100 થી વધુ ઈ ગવર્નન્સની પહેલ કરવામાં આવી હતી. જેના પરિણામે સિસ્ટમમાં પારદર્શકતા કાર્યદક્ષતા અને જવાબદારીમાં વધારો થયો છે તેનો લાભ કરોડો નાગરિકોને મળ્યો છે. જ્યારે ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારે આરોગ્ય ગૃહ પરિવહન આપકારી અને કરવેરા પોલીસ મહેસુલ અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક સુરક્ષા સહિતના વિવિધ વિભાગો માટે અનેક મહત્વપૂર્ણ ઈ ગવર્નર્સની પહેલ કરી હતી. જેના પરિણામે રાજ્યના નાગરિકોને મફત અને ઝડપી સેવાઓ મળી રહી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ડેટા સેન્ટર જીસ્વાન ઇ ગ્રામ સેન્ટર અને એટીવીટી સહિત ગવર્નન્સના સૌથી મહત્વના આધાર સ્તંભોની સ્થાપના કરનાર ગુજરાત રાજ્ય પ્રથમ છે.
આ પણ વાંચોઃ'દરેક IT કંપનીએ પાળવા પડશે ભારતના નિયમો'