કૉલેજ-યુનિવર્સિટીમાં લાઈવ પ્રસારણ ગાંધીનગરઃરાજ્ય સરકાર 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરશે. નવાઈની વાત એ છે કે, એક તરફ રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં લેખિતમાં આપ્યું છે કે, 23 શાળાઓ એવી છે, જે ગુજરાતી વિષય ભણાવતી જ નથી. ત્યારે ગુજરાત સરકાર અમદાવાદ ખાતે બોડકદેવના પંડિત દિનદયાળ હૉલ ખાતે 21 ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાની ઊજવણી કરશે.
આ પણ વાંચોઃGovernment of Gujarat: 151 સ્લીપર-લકઝરી બસને CM પટેલે આપી લીલી ઝંડી
હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પુસ્તકોની શોભાયાત્રાઃઆ અંગે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ દિવસે સવારે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની 2 કિમી સુધી શોભાયાત્રા નીકળશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ અને લેખકો પોતાના વિચારો રજૂ કરશે. ગુજરાતી ભજન, ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની શિક્ષકોની સંગીત ટીમો દ્વારા સામસામે રજૂઆત કરાશે. ગુજરાતી ભાષાનું પ્રસિદ્ધ ગીત જય સોમનાથ, જય દ્વારકેશની વેશભૂષા સાથે પ્રસ્તૃતિ કરાશે. વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા “મારી ભાષા મારૂં ગૌરવ’’ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સૂત્રોની પ્રસ્તૂતિ કરાશે, જેનું રાજ્યમાં 100 જેટલા સ્થળોએ નિદર્શન કરવામાં આવશે.
કૉલેજ-યુનિવર્સિટીમાં લાઈવ પ્રસારણઃરાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સવારે 9થી 11.30 દરમિયાન ચાલનારા કાર્યક્રમનું BISAG દ્વારા રાજ્યની તમામ શાળા, કૉલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નિહાળી શકે તે માટે જીવંત પ્રસારણ થશે. રાજ્યની શાળાઓમાં પણ આ વિષયને કેન્દ્રમાં રાખી સ્પર્ધાનું આયોજન કરાશે. જિલ્લા કક્ષાએ પણ આ કાર્યક્રમોનું આયોજન પણ આ સમય સિવાય અલગ સમયે રાખવામાં આવશે.
આ પણ વાંચોGujarat High Court: શાળાઓને ગુજરાતી ભાષા ભણાવવામાં કેમ જોર આવે છે, HC લાલઘૂમ
23 શાળામાં ગુજરાતી ભાણાવવામાં નથી આવતુંઃગુજરાતી ભાષાનો વ્યાપ વધે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા વારંવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે અને તમામ સરકારી કચેરીની બહાર ગુજરાતી ભાષામાં બોર્ડ મારવું જરૂરી હોવાનો ગુજરાતમાં નિયમ છે. ઉપરાંત ખાનગી કંપનીના મુખ્ય દરવાજે પણ ગુજરાતી ભાષામાં જેતે કંપનીનું નામ અને કંપનીની વિગતો હોવી જરૂરી હોય છે ત્યારે ગુજરાતની જે એક એવી પરિસ્થિતિ સામે આવી છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યુત્તર આપતા કુલ 23 જેટલી શાળાઓ ગુજરાતી વિષય જ ભણાવતી ન હોવાનું કબૂલ્યું છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જે જાહેર રિતની અરજી થવા પામી છે તેને લઈને આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજીના આધારે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.