ગાંધીનગરપાલીતાણામાં જૈનતીર્થ સ્થાન પર મહારાજ સાહેબના પગલાંને તોડવા, મહારાજ સાહેબ સાથે અભદ્ર વર્તન બાબતે છેલ્લા કેટલાય દિવસથી જૈન સમાજમાં (Jain Community Protest in Gujarat) રોષ ભભૂકયો છે. તેને લઈને જૈન સમાજ દ્વારા છેલ્લા 2 દિવસથી રાજયના તમામ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જોકે, આ મામલો વધુ બીચકે નહીં તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે. સરકાર આ ટાસ્ક ફોર્સની સત્તાવાર (Task Force for palitana issue) જાહેરાત કરે તેના 3 પહેલાં જ ETV Bharat સરકાર ટાસ્ક ફોર્સ બનાવવા જઈ રહી હોવાના એહવાલ પ્રસિદ્ધ કર્યા હતા.
વિશ્વમાં વસતા જૈન સમાજનું આસ્થાનું કેન્દ્રમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારના જૈન સમાજના યુવા નેતા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi Home Minister) જણાવ્યું હતું કે, પાલીતાણા એ માત્ર ગુજરાત કે, ભારતના જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમાજનું આસ્થાનું (Jain Community Protest in Gujarat) કેન્દ્ર છે. જય ગિરિરાજ પાલીતાણાના અનેક પ્રશ્નો જેમકે, મહરાજ સાહેબ સાથે થયેલું અભદ્ર વર્તન, ખદનના પ્રશ્નો હોય કે બીજા અનેક પ્રશ્નોને લઈને છેલ્લા અનેક દિવસથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ રાજ્યના અલગ અલગ વિભાગો દ્વારા આ તમામ પ્રશ્નમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
મેરેથોન બેઠક બાદ ટાસ્ક ફોર્સની રચનાગૃહ રાજ્યપ્રધાને વધુમાં (Harsh Sanghavi Home Minister) જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા ખાસ બેઠક અને મેરેથોન બેઠકોના અંતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા નિર્ણય લીધો છે કે, એક ટાસ્ક ફોર્સ કમિટી (Task Force for palitana issue) બનાવવામાં આવશે, જે આ તમામ વિષયો ઉપર અધિકારીઓ અધ્યયન કરીને ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ પગલાં ભરશે. જ્યારે તમામ ધાર્મિક સ્થાનોને સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે. ગુજરાતમાં કોઈ પણ ધર્મસ્થાન હોય એ ધર્મસ્થાન પર કાયદાની અમલવારીના વિષય પર રાજ્ય સરકાર હંમેશા ગંભીર હોય છે. આ ટાસ્ક ફોર્સ 24 કલાકમાં જાહેર કરવામાં આવશે જેમાં મહેસુલ અને ગૃહ વિભાગના અધિકારીઓ હશે.