ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News: સરકારે રખડતાં પશુઓ બાબતે જાહેર કરી ગાઈડલાઈન

રખડતા ઢોરના કારણે નાગરિકો જીવ ગુમાવશે તો પશુ માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે રખડતાં પશુઓ બાબતે ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવી છે. રખડતા પશુઓના કારણે નાગરિકોને ગંભીર ઇજા અને નુકસાન થાય તો જીપીએમસી એક્ટ 1949 ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે રખડતાં પશુઓ બાબતે જાહેર કરી ગાઈડલાઈન
સરકારે રખડતાં પશુઓ બાબતે જાહેર કરી ગાઈડલાઈન

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 8:52 AM IST

ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પર સરકારે કડક શબ્દોમાં કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હસ્તક ના વિભાગ શહેરી વિકાસ વિભાગ દ્વારા રખડતા ઢોર બાબતે ગાઈડ લાઇન્સની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકામાં ટેગ વગરના રખડતા ઢોર જોવા મળશે. તો તેવા ઢોરોને કાયમી જપ્ત કરવામાં આવશે. જ્યારે રખડતા પશુઓથી નાગરિકોને ઈજા કે મૃત્યુ થશે તો જવાબદારી પશુ માલિકોની રહેશે.

નાગરિકો જીવ ગુમાવશે તો મલિક વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

CCTV રાખવામાં આવશે:રાજ્યમાં પશુઓને પકડવા આવતા સ્ટાફ સાથે ટ્રેક્ટર અને ટ્રોલીની વ્યવસ્થા હોય છે. અનેક પશુપાલકો બાઈક લઈને તેમના પીછો કરતા હોય છે. ત્યારે આવી ઘટનામાં પણ હવે મહાનગરપાલિકા વાહન ઉપર આધુનિક કેમેરા લગાવી તેના ફૂટેજ સંબંધિત વિસ્તારના પોલીસ કંટ્રોલ રૂમ ખાતે આપીને બાઈકર્સના વિકલ્પ નંબર ઓળખીને તેમના વિરુદ્ધ ટ્રાફિક નિયમન ભંગની કામગીરી પણ કરવામાં આવશે. રખડતાં પશુઓ પકડવા માટે લોકલ પોલીસની મદદ મળશે.

નાગરિકો જીવ ગુમાવશે તો મલિક વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

પશુઓના માલિક વિરુદ્ધ ગુનો:રાજ્ય સરકારે દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યમાં રખડતા પશુઓના કારણે નાગરિકોને ગંભીર ઇજા અને નુકસાન થાય તો જીપીએમસી એક્ટ 1949 ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુ માલિકની જ રહેશે. રખડતા પશુના કારણે નાગરિક અને રાહદારીઓ જાનનું નુકસાન થાય તો સિવિલ અને ફોજદારી રાહે પશુ માલિક વિરુદ્ધ પગલાં પણ લઈ શકાશે. વળતર વસુલાત અને નુકસાન દાવા જેવી કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ગંભીર ઈજા અને મૃત્યુ જેવા કિસ્સામાં કેટલું નાણાકીય વળતર ચૂકવવા તે અંગેની આખરી સત્તા સંબંધિત મહાનગરપાલિકાની રહેશે.

નાગરિકો જીવ ગુમાવશે તો મલિક વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

પશુઓની હરાજી:રાજ્ય સરકાર દ્વારા એ પણ સ્પષ્ટતા કરી છે કે જે પશુઓ જપ્ત કરવામાં આવ્યા છે. તેવા પશુઓને પશુ માલિક છોડાવશે નહીં તો આવા કિસ્સામાં દુધાળા પશુ અને હરાજી મારફતે શહેરની બહાર મોકલવામાં આવશે. જ્યારે જરૂરિયાત મંદ ખેડૂતોને વાછરડા અને બળદ નિશુલ્ક આપવામાં આવશે. જ્યારે બાકી રહેલા પશુઓને ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવશે.

સરકારે રખડતાં પશુઓ બાબતે જાહેર કરી ગાઈડલાઈન્સ

નવી ગાઈડલાઇન્સમાં લાયસન્સ ફરજિયાત: શહેરી વિસ્તારમાં પશુઓના ત્રાસના અટકાવવા માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુ માલિકોને લાયસન્સ અને પરમિટ રાખવી પડશે અને પરમિટમાં પશુઓની સંખ્યા પણ દર્શાવવાની રહેશે. જ્યારે આ પરમિટ ત્રણ વર્ષ માટેની રહેશે અને ત્રણ વર્ષ પૂરા થયા ના એક માસ પહેલા અરજી રીન્યુ કરવાની રહેશે. જ્યારે દર વર્ષે પરવાનગી આપનાર અધિકારી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરીને મોનિટરિંગ પણ કરવામાં આવશે. આ મહાનગરપાલિકામાં લાયસન્સ થી 500 રૂપિયા તથા પરમીટની 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

સરકારે રખડતાં પશુઓ બાબતે જાહેર કરી ગાઈડલાઈન્સ

પશુ માલિકોએ જગ્યા બતાવવી પડશે:ગાંધીનગર પાલીતાણા મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓને ચીપ અને ટેગ પણ ફરજિયાત લગાવવામાં આવશે. જ્યારે કોઈ પણ કશું શહેરની હદમાં લાવવા પહેલા મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી પણ લેવાની રહેશે. અને નવા પશુઓની ચીફ અને ટેગ લગાવવાની તેમ જ પરમીટ લાયસન્સ મળવાની પણ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આમ પશુઓની ઓળખ થાય તે માટે સાચી લગાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આમ જો ટેગ નહીં લગાવ્યું હોય તો કાયમી જપ્ત કરવા સુધીની કામગીરી કરવામાં આવશે, જ્યારે પશુઓને રાખવા માટેની જગ્યા પણ બતાવવી પડશે. જો જગ્યા ન હોય તો હંગામી નોંધાયેલ પશુપાલકોને નિયત સમયમાં એટલે કે વધુમાં વધુ બે માસમાં સ્વ ખર્ચ છે.

  1. રખડતા ઢોરએ મહિલાને અડફેટે લીધી, તંત્રના આંખ આડા કાન
  2. ત્રાસ યથાવત્, રખડતા ઢોરોએ ફરી મહિલાને લીધી અડફેટે

ABOUT THE AUTHOR

...view details