ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારનો લક્ષ્યાંક કુપોષણ મુક્ત ગુજરાત, દરરોજના માત્ર 12 રુપિયા આપશે સરકાર ! - CM of Gujarat

ગાંધીનગર: રાજ્ય સરકાર કુપોષણમુક્ત ગુજરાતની વાતો કરે છે, ત્યારે ગુજરાતમાં સતત કુપોષિત બાળકોનો સ્તર વધી રહ્યો છે. રાજ્ય સરકારનો દાવો છે કે બાળ કુપોષણના મહાદાનવને નાથવા સરકાર કટિબધ્ધ છે, જે અંતગર્ત રાજ્યમાંથી અતિગંભીર કુપોષિત બાળકોને શોધી તેમને સમયસર પોષકતત્વો સભર ખોરાક અને દવા આપવા માટે ‘કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે.

ફાઇલ ફોટો

By

Published : Jul 24, 2019, 2:34 PM IST

આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે, એ પૈકી સરકાર 6 માસથી 72 માસના બાળકો માટે 8 રૂપિયા અને અતિ ઓછા વજન વાળા બાળકો પાછળ રોજના માત્ર 12 રૂપિયા ખર્ચ કરે છે. સામાન્ય માણસને પણ સમજ પડે એવી વાત છે કે લારી પર જો ચા પીવા જઈએ તો પણ તેના 10 રૂપિયા આપવામાં આવે છે, ત્યારે આ મોંઘવારીમાં સરકાર 8 રૂપિયા અને 12 રૂપિયામાં પોષણ ક્ષમ આહાર આપી રહી છે. મહત્વની વાત છે કે રાજ્યમાં કુપોષણના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર છે, જે પૈકી 24 હજાર 101 બાળકો અતિ ઓછા વજન વાળા છે. કુપોષિત બાળકોમાં દાહોદ જિલ્લો મોખરે છે, જ્યાં 14,191 બાળકો કુપોષણનો શિકાર છે.

ગૃહમાં જ્યારે આ અંગે થોડા દિવસ અગાઉ ચર્ચા થઈ ત્યારે મુખ્યપ્રધાને ખુદ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, કુપોષણ દૂર કરવું એ સહિયારી જવાબદારી છે.તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ વિષયને પ્રાથમિકતા આપી કામ કરે અને બીજી તરફ સરકાર દરરોજના માત્ર 8 રૂપિયા અને 12 રૂપિયા જેવી મામુલી રકમ ખર્ચ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details